________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
થયેલા લોકો બેસીને જોઈ શકે એવી રીતે રસ્તાના કિનારા પર બંધાયેલા માળબંધ માંચડાઓ વડે યુક્ત એવું નગર કરો. (નાળાવિજ્ઞાનમૂસિયડ્રાય-પહાળમંડિયું) વિવિધ પ્રકારના રંગોથી રંગેલી અને સિંહ, હાથી, ગરૂડ વિગેરેના ઉત્તમ ચિત્રોથી ચીતરેલી હોવાથી શોભી રહેલી એવી ધ્વજાઓ અને પતાકાઓ એટલે નાની ધ્વજાઓ વડે નગરને વિભૂષિત કરો. (લારત્નોયમદિય) છાણ વિગેરેથી જમીનને વિલેપન કરાવી, ખડી, કળીચૂનો વિગેરેથી ભીંત વિગેરે સ્થાને સફેદાઈ કરાવી જાણે પૂજન કર્યું હોયની ? એવું નગર કરો. (ગોસીસસરસરતચંતા-વતિજ્ઞપંચંગુલિતત્ન) ગોશીર્ષ ચંદન, ઉત્તમ રક્ત ચંદન, અને દર્દર નામના પહાડી ચંદન વડે ભીંતો વિગેરે સ્થળે પાંચ આંગળીઓ અને હથેળીના દીધેલા છાપા વડે યુક્ત એવું નગ૨ કરો. વળી નગરને કેવું કરો ? - (વયિચંતળતાં) ઘરોની અંદર ચોકમાં સ્થાપન કર્યા છે મંગલકલશો જયાં એવું; (ચંતળવડસુયતોરાહિ-તુવારવેસમાનું) જેમાં પ્રત્યેક ઘરને દરવાજે દરવાજે ચંદનના કલશોથી રમણીય લાગતાં તોરણો બાંધેલાં છે એવું; (સત્તોસત્ત-વિપુલ-વટ્ટ-પારિયમન્નામનાવું) ઉ૫૨થી ઠેઠ ભૂમિ સુધી લાંબો, વિશાળ, ગોળ આકારનો, અને લટકી રહેલો, આવા પ્રકારનો છે પુષ્પમાલાઓનો સમૂહ જ્યાં એવું; (પંચવળસરસસુરદ્દિમુવવવુવુંગોવયારલિયં) રસસહિત અને સુગંધમય એવા પંચવર્તી પુષ્પોના સમુહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કાર યુક્ત; (ાલાગુરુ-પવનકુંડુ-તુવ --ાંતપૂવમ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૨૩