________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(આપામેવ મો સેવાળયા !) હે દેવાનુપ્રિયો ! તમે જલદી (ભુંડામે નય) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (વારસોહળું રેહ્દ) કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકો. રાજનીતિમાં કહ્યું છે કે - “યુવરાજના અભિષેક વખતે, શત્રુના દેશ પર ચડાઈ કરી વિજય મેળવ્યો હોય ત્યારે અને પુત્રના જન્મ વખતે કેદીઓને મુક્ત કરાય છે”. (રિસ્તા) આ પ્રમાણે કેદખાનાની શુદ્ધિ કરીને (માળુ-માળવન્દ્રાં રેઢ) ઘી તેલ વિગેરે રસ માપવાનાં પીલપાલવાં વિગેરે માપને અને ઘઉં ચોખા વિગેરે ધાન્ય માપવાના પાલી-માણું વિગેરે માપને માન કહે છે, તથા ત્રાજવાથી તોળવાનાં શેર વિગેરે માપને ઉન્માન કહે છે; તે માન અને ઉન્માનના માપમાં વધારો કરો. (વરિશ્તા) માન અને ઉન્માનના માપમાં વધારો કરીને (કપુર નાર સમિતનવાજ્ઞિરિય) ક્ષત્રિયકુંડપુર નગરને બહારથી તથા અંદરથી (સિય-સંગ્નિો-તિર્ત્ત) વાળી-માટી ધૂળ વિગેરે કચરો ફેંકાવી દઈ, સુગંધી પાણી છંટાવી, અને છાણ વિગેરેથી લીંપાવી સાફ કરો. (સંઘાડવ-) જ્યાં ચાર રસ્તાનો સંગમ થાય તે સ્થાને (ચન્દ્વર,-) જ્યાં ઘણા રસ્તાનો સંગમ થાય તે સ્થાને, (વઙમ્મુન્નુ) ચાર દરવાજાવાળા દેવમંદિરાદિને સ્થાને, (મહાપð- પહેતુ) રાજમાર્ગને સ્થાને, તથા સામાન્ય માર્ગને સ્થાને, એ દરેક સ્થાનોને વિષે (સત્ત-સુફસંમત્તુરત્યંતરાવળવીહિય) રસ્તાઓના મધ્યભાગોને અને દુકાનોના માર્ગોને કચરો વિગેરે દૂર ફેંકાવી દઈ, જમીનને સરખી-સપાટ કરાવી, પાણી છંટાવી પવિત્ર કરો. (ચામંચતિય) : ઉત્સવ જોવા માટે એક્ઝા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૨૨