________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
www.kobatirth.org “અરેરે ! શું કરીએ ?, આજે તો આકાશ સાંકડું થઈ ગયું છે! ત્યારે વળી બીજા દેવો તેમને સાત્ત્વના આપતા છતા કહેવા લાગ્યા કે -
“હમણાં તો અવસરને માન આપી મૌન થઈને જ ચાલો, પર્વના દિવસો તો એવી રીતે સાંકડા જ હોય છે'. આવી રીતે આકાશમાંથી ઉતરતા દેવોના મસ્તક પર પડતા ચન્દ્રકિરણોથી તેઓ નિર્જર એટલે જરા રહિત હોવા છતાં જાણે જરાયુક્ત થયા હોયની ! એવા દેખાવા લાગ્યા, અર્થાત્ મસ્તકે પળી આવી ગયા હોયની ! એવા દેખાવા લાગ્યા. વળી આકાશથી ઉતરતા તે દેવોના મસ્તકે સ્પર્શતા તારાઓ રૂપાના ઘડા સંદેશ, કંઠે સ્પર્શતા તારાઓ, કંઠા સદેશ, અને શરીરે સ્પર્શતા તારાઓ પરસેવાના બિન્દુઓ સદેશ શોભવા લાગ્યા. આવી રીતે દેવોથી પરિવરેલો ઇન્દ્ર નંદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપીને ભગવંતના જન્મસ્થાનકે આવ્યો અને વિમાનમાંથી ઉતરી જિનેશ્વરને તથા જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદનનમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો કે - “કુખમાં રત્નને ધારણ કરનારી અને જગતમાં દીપિકા સદેશ હે માતા ! તમને નમસ્કાર કરું છું. હું દેવોનો સ્વામી શકેન્દ્ર છું, તમારા પુત્ર છેલ્લા તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને હું પ્રથમ દેવલોકથી અહીં આવ્યો છું, માટે હે માતા ! તમે કોઈ પ્રકારે ભય રાખશો નહિ”. એ પ્રમાણે કહીને ઇન્દ્ર ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા આપી, અને જિનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ કરીને માતા
જ
For Private and Personal Use Only