________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KAN
મિનીજી
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
વ્યાખ્યાનમ
લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવો ઇન્દ્રનું કાર્ય જાણી એક્કા થયા, ત્યારે હરિણેગમેષીએ ઇન્દ્રનો હુકમ સંભળાવ્યો. તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને જવા માટે ઇન્દ્રનો હુકમ સાંભળી તે દેવો હર્ષવંત થયા છતા ચાલવાની તૈયારી કરવા લાગ્યા. હવે પાલક નામના દેવે બનાવેલા અને લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના વિમાન ઉપર ચડીને ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો. તે પાલક વિમાનમાં ઇન્દ્રના સિંહાસનની સન્મુખ ઈન્દ્રની આઠ અગ્રમહિષીઓનાં આઠ ભદ્રાસન હતા. ડાબી બાજુમાં ચોરાશી હજાર સામાનિક દેવોનાં ભદ્રાસન હતાં. જમણી બાજુમાં અત્યંતર પર્ષદાના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પર્ષદાના ચૌદહજાર દેવોના ચૌદ હજાર ભદ્રાસન, અને બાહ્ય પર્ષદાના સોળ હજાર ભદ્રાસન હતાં. પાછળના ભાગમાં સાત સેનાપતિઓનાં સાત ભદ્રાસન હતાં. અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચોરાસી હજાર આત્મરક્ષક હિ દેવોનાં ચોરાસી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના પરિવારના દેવોથી અને બીજા પણ કરોડો દેવોથી પરિવરેલો, તથા ગવાતા છે ગુણો જેના એવો તે ઇન્દ્ર ત્યાંથી ચાલ્યો; તથા બીજા પણ દેવો ત્યાંથી તે ચાલવા લાગ્યા. કેટલાએક દેવો ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાએક મિત્રના વચનથી, કેટલાએક પોતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાએક આત્મિકભાવથી, કેટલાએક કૌતુકથી, કેટલાએક અપૂર્વ આશ્ચર્યથી, અને કેટલાએક ભક્તિથી, આવી રીતે સર્વ દેવો વિવિધ પ્રકારના વાહન ઉપર બેઠા છતા ચાલવા લાગ્યા. તે વખતે
૨૧૪
For Private and Personal Use Only