________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
હ
www.kobatirth.org
તીર્થંક૨ના જન્મના સૂતિકર્મ માટે પહેલાં તો છપ્પન દિક્કુમારીઓ આવીને પોતાનો શાશ્વત આચાર કરે છે. તે આ પ્રમાણે -
શ્રી મહાવીર પ્રભુના જન્મ સમયે છપ્પન દિક્કુમારીઓનાં આસન કંપવાથી અવધિજ્ઞાનથી શ્રી અરિહંત પ્રભુનો જન્મ થયેલો જાણી તે છપ્પન દિક્કુમારીઓ હર્ષ પૂર્વક સૂતિકાધરને વિષે આવી. તેઓમાં-ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા, એ નામની આઠ દિક્કુમારીઓએ અધોલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને ઈશાન દિશામાં સૂતિકાઘર બનાવ્યું, તથા તે સૂતિકાઘરની એક યોજન સુધી ચારે તરફ જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી ૮.
મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિખેણા અને બલાહિકા, એ નામની આઠ દિક્કુમારીઓએ ઊર્ધ્વલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરીને સુગંધી જળ તથા પુષ્પોની વૃષ્ટિ કરી ૧૬.
નંદા, ઉત્તરનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતિ અને અપરાજિતા, એ નામની આઠ દિક્કુમારીઓ પૂર્વદિશાના રુચક પર્વત થકી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધા૨ણ કરે છે ૨૪. સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા, એ નામની
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[] [ C
પંચમ વ્યાખ્યાનમ્
૨૧૧