________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનનું
વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવા છે? - (વં તર મમ દિયે મયં પ્રત્યે સન્મપોષor) તે ગર્ભને હિતકર, પરિમાણયુક્ત એટલે ન્યૂનાધિક રહિત; પથ્ય એટલે આરોગ્ય કરનાર, અને ગર્ભને પોષણ આપનાર એવો જે આહાર, (ત રે ૪ વાતે ગાદીરમાદરેમાળ) તેવા પ્રકારના આહારને ઉચિત સ્થાનમાં અને ઉચિત કાલમાં એટલે ભોજન સમયે કરતાં રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? – (વિવિત્ત-મર્દિ સયUTCડડસર્ફિં) દોષ રહિત અને સુકોમલ એવાં જે શયન અને આસન, તેઓએ કરીને; તથા (પરિવસુદાઇ મUTI"વૃશ્નાઈ વિઠ્ઠરમુખી) પોતાના પરિવાર સિવાય બીજા માણસો રહિત હોવાથી નિર્જન એકાંતવાળી, અને તેથી જ સુખ ઉપજાવનારી, તથા મનને અનુકૂળ એટલે ચિત્તને આનંદ ઉપજાવનારી, આવા પ્રકારની હાલવા-ચાલવાની તથા બેસવા-ઉઠવાની જગ્યા વડે સુખપૂર્વક રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? (સત્યોહતા) ગર્ભના પ્રભાવથી થયેલા છે પ્રશસ્ત દોહલા એટલે મનોરથો જેને એવાં, ત્રિશલા માતાને આવા પ્રકારના દોહલા થયા
“जानात्यमारिपटहं पटु घोषयामि, दानं ददामि सुगुरुन्, परिपूजयामि । तीर्थेश्वरार्चनमहं रचयामि संघे, वात्सल्यमुत्सवभृतं बहुधा करोमि ॥१॥
ને
૨૦૪
For Private and Personal Use Only