________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
-
કી
ચતુર્થ
કલ્પસૂત્ર ભાષાંતર
વળી કેવા પ્રકારના આહારાદિથી ગર્ભનું પોષણ કરે છે? તે કહે છે - (સત્રદૂમમાળસુëિ મોયT-ડડછાયા-ગંધ-મત્તેઈિ સર્વ ઋતુઓમાં સેવાતા જે જે સુખકારી એટલે
વ્યાખ્યાનમ્ ગુણકારી એવા પ્રકારના ભોજન, વસ્ત્ર, સુગંધી પદાર્થો, અને પુષ્પમાળાઓ વડે તે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. કહ્યું છે કે - ___“वर्षासु लवणममृतं, शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो, घृतं वसन्ते गुडश्चाऽन्ते ॥१॥"
વર્ષાઋતુમાં એટલે શ્રાવણ અને ભાદરવા માસમાં લવણ અમૃત સમાન છે, શરદ ઋતુમાં એટલે આસો અને કાર્તિક માસમાં જલ અમૃત સમાન છે. હેમંત ઋતુમાં એટલે માગસર અને પોષ માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે. શિશિર ઋતુમાં એટલે મહા અને ફાગણ માસમાં ખાટો રસ અમૃત સમાન છે, વસંત ઋતુમાં એટલે ચૈત્ર અને વૈશાખ માસમાં ઘી અમૃત સમાન છે, અને ગ્રીષ્મ ઋતુમાં એટલે જેઠ અને અષાઢ માસમાં ગોળ અમૃત સમાન છે [૧”
આવા પ્રકારના ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતાં ત્રિશલા ક્ષત્રિયાણી (વવકાથરોસોના-મોહ-મ-જીરામ) દૂર થયા છે જવર વિગેરે રોગ, ઇષ્ટ વિયોગાદિથી થતા શોક, મોહ એટલે મુચ્છ, પ્રિી ભય, અને પરિશ્રમ અર્થાતુ રોગાદિ રહિત છે, કારણ કે તે રોગ-શોકાદિ ગર્ભને અહિત કરનારા છે. વળી
૨૦૨
For Private and Personal Use Only