________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે ? - (સંપુળોના) સિદ્ધાર્થ રાજાએ સર્વ મનોરથો પૂરા કરવાથી સંપૂર્ણ થયેલા દોહલાવાળાં, (સમ્માળિયરોહના) ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી સન્માન પામેલા દોહલાવાળાં (વિમાળિયરોદના) કોઈ પણ દોહલાની અવગણના નહિ થવાથી અવિમાનિત એટલે અવગણના રહિત થયેલા દોહલાવાળાં, અર્થાત્ જે જે મનોરથ થાય તે તે મનોરથોને પૂરા કરવા ક્ષણવાર પણ વિલંબ કર્યો નથી; (વુચ્છિન્નવોદના વવળીયોહના) થયેલા મનો૨થોને એવા સંપૂર્ણ પ્રકારે પૂરા કર્યા કે જેથી તેમને ફરીથી મનોરથની ઇચ્છા ન થાય; અને તેથી જ હવે દોહલા વિનાનાં ત્રિશલા ક્ષત્રિયાણી (સુó મુદ્દેñ) ગર્ભને બીલકુલ બાધા ન ઉપજે તેવી રીતે સુખપૂર્વક (ઞાસફ) તકીયો, થાંભલો વિગેરે ઓઠીંગણનો આશ્રય લે છે (સયઙ્ગ) નિદ્રા લે છે, (ચિત્ત) ઉભાં થાય છે (નિસીયજ્ઞ) બેસે છે, (તુય) નિદ્રા રહિત થઈ શય્યામાં આળોટે છે, (વિજ્ઞડ્) અને જમીન ઉપર હાલે છે - ચાલે છે; (સુદ્દે સુદેળ તં ગમ્ વિજ્ઞ) આવી રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે ।।૫।
(તેનું નેળ તેન્દ્ર સમાં) તે કાલે અને તે સમયે (સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીર, (ને સે શિશ્વાળું પઢમે માસે) ઉનાળાનો પહેલો માસ (યુદ્ધે પવચ્ચે) બીજું પખવાડીયું, (ચિત્ત) એટલે ચૈત્ર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
22
ચતુર્થ વ્યાખ્યાનમ્
૨૦૬