________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ISBN
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાન
પરિઘને ચારે તરફ ઘુમાવતો શક્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો ઉંચે ગયો; અને સૌધર્માવલંસક વિમાનની વેદિકામાં પગ મૂકી શક્રનો આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો. તેથી શક્રે પણ કુદ્ધ થઈ તેના તરફ | જાજવલ્યમાન વજ છોડ્યું. તેથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુ વીરના ચરણકમલમાં આવી પડ્યો. ત્યાર પછી શકે તે વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી, તીર્થકરની આશાતનાના ભયથી તુરત ત્યાં આવી, વજ હજુ ચાર અંગુલ છેટું હતું તેવામાં સંહરી લીધું. અને ચમરેન્દ્રને કહ્યું કે – “આ જ તો ફક્ત પ્રભુની કૃપાથીજ તને છોડી દઉં છું' એમ કહીને તેને છોડી દીધો. એવી રીતે ચમરેન્દ્રનું જે ઊર્ધ્વગમન થયું, તે અચ્છેરું જાણવું ૮૫
નવમું ૩ - ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો ને આઠ એક સમયે સિદ્ધ ન થાય, અવસર્પિણીમાં સિદ્ધ જ થયા. તે આ પ્રમાણે-શ્રી ઋષભદેવ, ભરત સિવાય તેમના નવાણું પુત્રો, અને ભરતના આઠ પુત્રો; એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચ્છેરું થયું ત્યાં
સમું અચ્છેરું – અસંયતિઓની પૂજા, આરંભ-પરિગ્રહમાં આસક્ત જે અસંયમી બ્રાહ્મણો વિગેરે, તેઓની પૂજા નવમા અને દસમા જિનેશ્વરની વચ્ચેના કાલમાં થઈ છે. હંમેશાં સંયતિઓજ પૂજાય છે, પણ આ અવસર્પિણીમાં અસંયતિઓની પણ પૂજા થયેલી છે; એ અચ્છેરું થયું ૧૦૩
આ દસે અચ્છેરાં અનંતકાલ ગયા બાદ આ અવસર્પિણીમાં થયાં છે. એવી જ રીતે કાલનું તુલ્યપણું
૬૯
For Private and Personal Use Only