________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જોઈને પાછળથી શુભ સ્વપ્ન દેખે છે તેને તે શુભ ફળ દેનારું થાય છે, તેવી . ચતુર્થ જ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જોઈને પાછળથી ખરાબ દેખે છે તેને તે અશુભ ફળ દેનારું થાય છે/૧૧ી. | વ્યાખ્યાનમ્
“स्वप्ने मानव-मृगपति-तुरङ्ग-मातङ्ग-वृषभ-सुरभिभिः । युक्तं स्थमारूढो, यो गच्छति भूपति: स भवेत् ॥१२॥ अपहारो हय-वारण-याना-ऽऽसन-सदन-निवसनादीनाम् । नृपशङ्का-शोककरो, बन्धुविरोधा-ऽर्थहानिकर" ॥१३॥
“જે મનુષ્ય સ્વપ્નમાં માણસ, સિંહ, ઘોડો, હાથી, બળદ અથવા ગાય જોડેલા રથ ઉપર ચડેલો જાય, તે રાજા થાય ૧૨
જો સ્વપ્નમાં ઘોડા, હાથી, વાહન, આસન, ઘર અને વસ્ત્ર વિગેરેનું હરણ દેખે તો તે સ્વપ્ન રાજા તરફની શંકા કરનારું, શોક કરનારું, બંધુઓનો વિરોધ કરનારું અને ધનની નુકસાની કરનારું થાય છે ll૧૩”
“या सूर्याचन्द्रमसो-बिम्बं ग्रस्ते समग्रमपि पुरुषः । कलयति दीनोऽपि महीं, ससुवर्णां सार्णवां नियतम् ॥१४॥ हरणं प्रहरण-भूषण-मणि-मौक्तिक कनक रूप्य-कुप्यानाम् । धन-मानम्लानिकर, दारुणमरणावहं बहुश: ॥१५॥ आरूढः शुभ्रमिभं, नदीतटे शालिभोजनं कुरुते । भुङ्क्ते भूमिमखिलां, स जातिहीनोऽपि धर्मधनः ॥१६॥ निजभाया हरणे, वसुनाश: परिभवे च संक्लेश: । गोत्रस्त्रीणां तु नृणां, जायेते बन्धुवध-बन्धौ ॥१७॥
૧૬૩
For Private and Personal Use Only