________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
જે નિધાનોની પ્રતિવર્ષે તપાસ કરનારા અને પ્રતિવર્ષે નવીન દ્રવ્યનું સિંચન કરનારા પ્રકર્ષે હીન થયા છે પતિત થયા છે એવાં નિધાનો; (પઢીળનોત્તરાડું) જે પુરુષોએ નિધાન દાટ્યાં છે તેઓના ગોત્રીય પુરુષો તથા ઘ૨ પ્રકર્ષે હીન થયા છે - વિરલ થઈ ગયા છે એવાં નિધાનો; (ચ્છિન્નસામિયાડું) જેઓના સ્વામી સર્વથા વિનાશ પામ્યા છે - સંતાન રહિત મરણ પામ્યા છે એવાં નિધાનો; (અન્નસેવાડું) જે નિધાનોની પ્રતિવર્ષે તપાસ કરનારા અને પ્રતિવર્ષે નવીન સિંચન કરનારા સર્વથા વિનાશ પામ્યા છે એવાં નિધાનો; (ચ્છિન્નોત્તરાડું) અને જે પુરુષોએ નિધાન દાટ્યાં છે તેઓના ગોત્રીય પુરુષો તથા ઘર સર્વથા વિનાશ પામ્યાં છે એવાં નિધાનો; આવા પ્રકારનાં મહાનિધાનોને લઈને તિર્યક્ જ઼ભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે. હવે કયા સ્થાનોમાં દાટેલાં તે નિધાનોને લઈને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે ? તે કહે છે - (ગામાડર) જ્યાં કર લેવાતો હોય, અને ચારે તરફ કાંટાની વાડ હોય, તે ગ્રામ કહેવાય, તે ગ્રામમાં; જે લોખંડ, તાંબું વિગેરે ધાતુઓની ઉત્પત્તિના સ્થાનક હોય તે આકર એટલે ખાણ કહેવાય, તે ખાણોમાં; (નવ-) જ્યાં કર ન લેવાતો હોય, અને જે સડક કિલ્લો વિગેરે વડે યુક્ત હોય તે નગર કહેવાય, તે નગરોમાં; (એડ-) જેની ચારે તરફ ધૂળનો ગઢ હોય તે ખેટ કહેવાય, તે ખેટોમાં; (ls-) જે ખરાબ નગર હોય તે કર્બટ કહેવાય, તે કર્બટોમાં; (મસંઘ-) જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મડંબ કહેવાય, તે મડંબોમાં; (રોળનુ૪) જે જલમાર્ગ અને સ્થલમાર્ગ એમ બન્ને માર્ગો વડે યુક્ત હોય તે દ્રોણમુખ કહેવાય, તે દ્રોણમુખોમાં; (પટ્ટા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૭૯