________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
(નરનિમોજુ વા)નગરની ખાલોમાં, (૩માવીસુ વા)દુકાનોમાં, (સેવવુસુ વ)યક્ષ વિગેરે દેવોના મંદિરોમાં, (સમાસુ વ) માણસોને બેસવાનાં સ્થાનોમાં, અથવા જયાં મુસાફરો આવીને રસોઈ પકાવે તે સ્થાનોમાં; (પવાસુ વા) પાણીની પરબોમાં, સારામેસુ વા) જ્યાં કેળ વિગેરે રમણીય વૃક્ષો રોપેલાં હોય, અને સ્ત્રી-પુરુષો રમત-ગમત કરવાને આવતાં હોય તે આરામ એટલે બગીચો કહેવાય, તે બગીચાઓમાં; (ઉજ્ઞાસુ વા) જ્યાં પુષ્પો અને ફળોથી શોભી રહેલાં ઘણાં વૃક્ષો હોય, જેમાં ક્રીડા કરવાને પુષ્પલતાઓનાં ઘર બનાવ્યાં હોય, જેની અંદર ગરમીની મોસમમાં આવીને સ્ત્રી-પુરુષો ક્રીડા કરતા હોય, ઉત્સવાદિમાં ઉજાણી કરીને ઘણા માણસો જેનો ઉપભોગ કરતા હોય, તથા જે નગરની નજીકમાં હોય તે ઉદ્યાન કહેવાય, તે ઉદ્યાનોમાં; (વાસુ વા) જ્યાં એક જ જાતનાં પુષ્કળ વૃક્ષોનો સમુદાય હોય તે વનોમાં, (વાસંજુ વા) જ્યાં અનેક જાતનાં ઉત્તમ વૃક્ષોનો સમુદાય હોય તે વનખંડોમાં, (સુસાઈ-) સ્મશાનોમાં; (સુન્ના) શૂન્ય ઘરોમાં; (રિપર્વતોની ગુફાઓમાં; (સંતિ-)શાંતિગૃહોમાં એટલે શાંતિકર્મનાં સ્થાનોમાં - જ્યાં શાંતિસાધક ક્રિયાઓ થાય તે સ્થાનોમાં; (સેનો-વહ્વાન-) પર્વત ખોદીને જે ઘર બનાવ્યાં હોય તે શૈલગૃહોમાં; રાજસભાના સ્થાનોમાં (મવાિસુ વા) અને કુટુંબીઓને નિવાસ કરવાનાં સ્થાનોમાં; આ પ્રમાણે ભિન્ન ભિન્ન ઠેકાણે કંજુસ માણસોએ પહેલાં જે | મહાનિધાન (વિદ્વત્તારું ટ્વિત્તિ) દાટેલાં છે (તારું) તે મહાનિધાનોને લઈને શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્યમ્ જૂભક દેવો (સિદ્ધત્વરાથમરિસ સદિત્તિ) સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે II૮૮.
૧૮૧
For Private and Personal Use Only