________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે છે તેનો યશ વૃદ્ધિ પામે છે, વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું E- ચતુર્થ ભોજન પણ પ્રશસ્ત કહેવાય છે રદી
વ્યાખ્યાનમુ જે મનુષ્યો સ્વપ્નમાં હસે છે તેમને થોડા જ વખતમાં શોક પ્રવર્તે છે, નાચે તો વધ અને બંધન થાય, aણી ભણે તો ક્લેશ થાય, એમ ડાહ્યા માણસે જાણવું Il૨કા
થિથી ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ; એટલા સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુઓ જો સ્વપ્નમાં દેખે તો તે સ્વપ્ન અશુભ સમજવું. વળી કપાસ અને લવણાદિ સિવાયની બાકીની સઘળી સફેદ વસ્તુઓ જો સ્વપ્નામાં દેખે તો તે સ્વપ્ન શુભકર સમજવું Il૨૮”
જે મનુષ્ય સ્વપ્નમાં હાથી, ગાય, બળદ, મહેલ કે પર્વત ઉપર ચડેલો પોતાને દેખે તો તે મોટાઈ પામે. હ શરીરે વિઝાવિલેપન દેખે તો નિરોગી થાય. સ્વપ્નમાં રુદન કરે તો હર્ષની પ્રાપ્તિ થાય. સ્વપ્નમાં રાજા, હાથી, ઘોડો, સુવર્ણ, બળદ, ગાય, કે કુટુંબ દેખે તો કુલની વૃદ્ધિ થાય. સ્વપ્નમાં મહેલ ઉપર ચડીને પોતાને ભોજન કરતો દેખે, અથવા સમુદ્ર તરતો દેખે તો તે નીચકુલમાં જન્મ્યો હોય તો પણ રાજા થાય. સ્વપ્નમાં દીવો, માંસ, ફળ, કન્યા, કમલ, છત્ર કે ધ્વજા દેખે તો જય પામે. સ્વપ્નમાં પોતાના ઇષ્ટદેવની પ્રતિમા દેખે તો આયુષ્ય વધે, તેમજ કીર્તિ, યશ અને ધનની પણ વૃદ્ધિ થાય. જો સ્વપ્નમાં કોઈ ફળ-ફૂળવાળા પ્રફુલ્લિત
For Private and Personal Use Only