________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
કલ્પસૂત્ર ભાષાંતર
વૃક્ષ ઉપર અથવા રાયણના વૃક્ષ ઉપર પોતાને ચડેલો દેખે તો ઘણું ધન મળે. જો સ્વપ્નમાં ગધેડી, ઉંટ, ભેંસ ચતુર્થ કે પાડા ઉપર પોતાને એકલો ચડેલો દેખે તો તે તત્કાલ મરણ પામે. જે પુરુષ સ્વપ્નમાં સફેદ કપડાવાળી અને હું - વ્યાખ્યાનમુ સફેદચંદનનું વિલેપન કરેલી સ્ત્રીને ભોગવે તો તેને સર્વ પ્રકારની લક્ષ્મી મળે. જે પુરુષ સ્વપ્નામાં રાતા વઢવાળી અને રાતું ચંદન, કૃષ્ણગંધ વિલેપન કરેલી સ્ત્રીને ભોગવે તો તે પુરુષનું રુધિર સૂકાઈ જાય. જે મનુષ્ય સ્વપ્નમાં રત્નના, સોનાના અને સીસાના ઢગલા ઉપર પોતાને ચડેલો દેખે તે મનુષ્ય અવશ્ય સમકિત પામીને મોક્ષે જાય. "दृष्टाः स्वप्ना ये स्वं, प्रति तेऽत्र शुभाऽशुभा नृणां स्वस्य । ते प्रत्यपरं तस्य, ज्ञेयास्ते स्वस्य नो किञ्चित् ॥२९॥
दुःस्वप्ने देव-गुरुन्, पूजयति करोति शक्तितश्च तपः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्नः ॥३०॥"
મનુષ્યોએ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પોતા સંબંધી દેખ્યાં હોય તે સ્વપ્નાંઓનું શુભ અથવા અશુભ થાય ફળ પોતાને મળે છે, પણ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકાં સંબંધી પોતે દેખ્યાં હોય તો તે સ્વપ્ન પારકાનાં સમજવાં, એટલે તેઓનું શુભ અથવા અશુભ ફળ પારકાને મળે છે, પોતાને કાંઈ ફળ મળતું નથી રા” |
દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે દેવ અને ગુરુની પૂજા કરવી, તથા શક્તિ પ્રમાણે તપસ્યા કરવી; કારણ કે નિરંતર ધર્મમાં આસક્ત મનુષ્યોને દુષ્ટ સ્વપ્ન પણ શુભકર સ્વપ્ન થાય છે ૩૦મી.
૧૬૮
For Private and Personal Use Only