________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
शुभ्रेण दक्षिणस्यां, य: फणिना दश्यते निजभुजायाम् । आसादयति सहस्रं, कनकस्य स पञ्चरात्रेण ॥१८॥" “જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચન્દ્રમાના સપૂર્ણ બિમ્બને ગળી જાય તે મનુષ્ય ગરીબ હોય તો પણ
વિ. વ્યાખ્યાનમ્ નિશ્ચયથી સુવર્ણસહિત અને સમુદ્રસહિત પૃથ્વીને મેળવે છે; એટલે કે, આખી પૃથ્વીનો રાજા થાય છે /૧૪માં
જો સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સુવર્ણ, રૂપું, અને સુવર્ણ તથા રૂપા સિવાયની બીજી ધાતુઓનું હરણ દેખે તો તે સ્વપ્ન ઘણીવાર ધનનો નાશ કરનારું, માનની ગ્લાનિ કરનારું, અને ભયંકર મરણ નીપજાવનારું થાય છે ૧પો
જે મનુષ્ય સ્વપ્નમાં સફેદ હાથી ઉપર ચડ્યો છતો નદીને કાંઠે ભાતનું ભોજન કરે તે મનુષ્ય કદાચ નીચ જાતિનો હોય તો પણ ધર્મરૂપ ધનવાળો થયો છતો એટલે ધર્મિષ્ઠ થયો છતો સમગ્ર પૃથ્વીને ભોગવે છે ૧ell
જે મનુષ્ય સ્વપ્નમાં પોતાની સ્ત્રીનું હરણ દેખે તેમને ધન-સંપત્તિનો નાશ થાય, પોતાની સ્ત્રીનો પરાભવ દેખે તો ક્લેશ-દુ:ખ પામે, અને ગોત્રની સ્ત્રીનું હરણ તથા પરાભવ દેખે તો બંધુઓનો વધ અને ૨ બંધુઓને બંધન થાય ll૧૭
જે મનુષ્ય સ્વપ્નની અંદર સફેદ સર્પ વડે પોતાની જમણી ભુજાએ કુંખાય, તે મનુષ્ય પાંચ રાત્રિમાં પણ હજાર સોનામહોર મેળવે II૧૮.
૧૬૪
For Private and Personal Use Only