________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાંચ એરવતોમાં પ્રકારોતરે દસ દસ અચ્છેરાં જાણી લેવાં. હવે આ દિA દ્વિતીય | દસ અચ્છેરાં કયા કયા તીર્થંકરના તીર્થમાં થયાં છે તે જણાવે છે - ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક કરી વ્યાખ્યાનમ્ સમયે સિદ્ધ થયા, તે શ્રી ઋષભદેવના તીર્થમાં જાણવું. હરિવંશની ઉત્પત્તિ શ્રી શીતલનાથના તીર્થમાં જાણવી. કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવું. સ્ત્રીનું તીર્થકર થવું, તે શ્રી મલ્લિનાથના તીર્થમાં જાણવું. અસંયતિઓની પૂજા શ્રી સુવિધિનાથના તીર્થમાં જાણવી. બાકીના-ઉપસર્ગ, ગર્ભાપહાર, અભાવિત પર્ષદા, ચમરેન્દ્રનું ઉંચે જવું, તથા સૂર્ય ચન્દ્રનું મૂલ વિમાને ઉતરવું; એ પાંચ અચ્છેરાં શ્રીમહાવીરસ્વામીના તીર્થમાં જાણવાં. વળી તે શક્રેન્દ્ર વિચારે છે કે -
(નામJરસ વા મેસ) સંજ્ઞા વડે નીચગોત્ર નામનું જે કર્મ, તે કર્મ કેવું? તે કહે છે – (૩મવાસ) , જેની સ્થિતિનો ક્ષય થયો નથી (મદુરા) જેનો રસ અનુભવ્યો નથી એટલે વેદ્યો નથી (ગન્નિાઈ) તથા જે કર્મના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યા નથી એવા પ્રકારના નીચગોત્ર નામના કર્મના (gud) ઉદયથી શ્રીમહાવીર તીર્થકર ‘નીચ ગોત્રમાં બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે.
તે નીચગોત્ર ભગવાને સ્થૂલ સત્યાવીસ ભવની અપેક્ષાએ ત્રીજે ભવે બાંધ્યું હતું. તે આ પ્રમાણે - ૧/૨ ભિક્ષુક કુળ
૭૦
For Private and Personal Use Only