________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(તેળ તેમાં તેનું સમાં) તે કાલે અને તે સમયે (સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીર (તિન્નાખોવગણ ગાવિ ોત્યા) મતિ શ્રુત અને અવધિ, એ ત્રણ જ્ઞાન સહિત હતા.
(સાઇરિગિસામિ ત્તિ ગાળણ્ડ) જ્યારે દેવાનંદાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સંહરણ થવાનું હતું ત્યારે ‘હું સંહરાઇશ' એ પ્રમાણે પ્રભુ જાણે છે. (સાઇરિઝ્ઝમાળે નો નાળ) જ્યારે હરિણેગમેષી દેવ દેવાનન્દાની કુખમાંથી લઈને ત્રિશલા માતાની કુખમાં સંહરણ કરે છે ત્યારે તે સંહરણકાલ વખતે ‘હું સંહરાઉં છું' એ પ્રમાણે જાણતા નથી અહીં કોઈ શંકા કરે કે – “સંહરણ થતી વખતે ‘હું સંહરાઉં છું' એ પ્રમાણે પ્રભુએ કેમ ન જાણ્યું ?, કારણ કે સંહરણનો કાલ અસંખ્ય સમયનો છે. એટલે કે સંહરણ કરતાં અસંખ્ય સમય વ્યતીત થાય છે. આવી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન્ ન જાણે એ કેમ સંભવે ? વળી સંહરણ કરવાવાળા હરણેગમેષી દેવની અપેક્ષાએ પ્રભુને વિશિષ્ટ જ્ઞાન છે, તેથી સંહરણ થતી વખતે ‘હું સંહરાઉં છું' એમ પ્રભુને જ્ઞાન હોવું જ જોઈએ”. તેના ઉત્તરમાં જણાવવાનું કે - સંહરણ ક્રિયાનો કાલ અસંખ્ય સમયનો હોવાથી ‘હું સંહરાઉં છું’ એ પ્રમાણે ભગવાન્ જાણે છે ખરા પણ આ વાક્ય સંહરણ ક્રિયાની કુશલતા જણાવનારું છે. હરિણેગમેષી દેવે તે ગર્ભનું એવી કુશલતાથી સંહ૨ણ કર્યું કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, અને તેથી પ્રભુએ જાણવા છતાં જાણે જાણ્યું જ નહિ. જેમ કોઈ માણસના પગમાં કાંટો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir +
દ્વિતીય વ્યાખ્યાનમ્
૯૬