________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VES
કલ્પસૂત્ર ભાષાંતર
કાનમાં પહેરેલા કુંડલો વડે ચળકાટ મારી રહ્યું છે મુખ જેનું એવો (
મ સિર) પહેરેલા મુગટ વડે તૃતીય દેદીપ્યમાન થયું છે મસ્તક જેનું એવો; (
દત્યયસુથરવો ) હાર વડે ઢંકાયેલું અને તેથી જ દેખનારાઓને હીમ વ્યાખ્યાન આનંદ આપનારું છે હૃદય જેનું એવો; (મુવિંગનંતિ) પહેરેલી રત્નજડિત વીંટીઓ વડે પીળી છે આંગળીઓ જેની એવો, (પાર્નિવપલ્લંવમાનસુવર્યાપકત્તરિને) લાંબા અને લટકતા એવા દુપટ્ટા એટલે ખેસ | વડે ઉત્તમ રીતે કરેલું છે. ઉત્તરાસંગ જેણે એવો; વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે? -
નામUરથT) વિવિધ જાતિના મણિઓ, સુવર્ણ અને રત્નોથી બનાવેલા, (વિમત-મર-) કાન્તિવાળા, ઘણા જ કિંમતી. (નિરોવિય-સિસિત) ચતુર કારીગરે ઉત્તમ કારીગરીથી બનાવેલા, ચળકાટ |. મારી રહેલા, (વિયનિટ્ટ) કોઈ પણ જાણી ન શકે અને ઉઘડી ન જાય એવી રીતે સાંધાઓને બરાબર જોડી દઈ ચીવટ રાખીને બનાવેલા, સિલ્ત-) બીજાઓ કરતાં અતિશય રમણીય લાગે એવા, અને મનને હરી લે એવા પ્રકારના (૩વિદ્ધવરવા) પહેર્યા છે વીરવલયો એટલે વીરપણાના ગર્વને સૂચવનારા કડાંઓ જેણે એવો; જેઓને બીજા ને હરાવી શકે એવા પરાક્રમી વીરપુરુષો જ વીરવલય પહેરે છે. “જો કોઈ પોતાને વીર મનાવતો હોય તો તે મને જીતીને આ વલયો ઉતરાવે” એ પ્રમાણે સ્પર્ધા વડે વીરપણાના ગર્વ છે કે સૂચવનારા પહેરવાના વલયોને વીરવલય કહે છે, આવા પ્રકારના વીરવલય તે સિદ્ધાર્થ રાજાએ પહેરેલા છે.
૧૪૫
For Private and Personal Use Only