________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમ્
“અંગવિદ્યા-પુરુષનું જમણું અંગ ફરકે તો સારું, સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો સારું, ઇત્યાદિ જેમાં અંગ ફરકવા વિગેરેનો વિચાર હોય તે ૧. સ્વપ્નવિદ્યા-જેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ સ્વપ્નાંઓનો વિચાર હોય તે ૨. સ્વરવિદ્યા - જેમાં ગરુડ, ઘુવડ, કાગડો, કાકીડો, ગરોલી, દુર્ગા ભેરવ, શિયાળ, વિગેરેના સ્વરથી થતા શુભાશુભ ફળનો વિચાર હોય તે. ૩ ભૌમવિદ્યા-જેમાં ધરતીકંપ વિગેરેનું જ્ઞાન હોય તે. ૪ વ્યજનવિદ્યાજેમાં મસ, તલ વિગેરેનો વિચાર હોય તે ૫. લક્ષણવિદ્યા-જે સામુદ્રિક શાસ્ત્રોમાં હાથ, પગની રેખા વિગેરે જોવાનો વિચાર દર્શાવ્યો છે તે ૬. ઉત્પાદવિદ્યા-જેમાં ઉલ્કાપાત વિગેરે ઉત્પાતનાં ફળ બતાવ્યાં હોય તે; જેમ કે - ઉલ્કાપાત થાય તો પ્રજાને પીડા થાય, અતિશય તોફાની વાયરો વાય તો રાજા મરણ પામે. ધૂલીનો વરસાદ થાય તો દુકાળ પડે, ઇત્યાદિ ઉત્પાતનાં ફળ જેમાં જણાવ્યાં હોય તે ઉત્પાદવિદ્યા કહેવાય ૭. અંતરિક્ષવિદ્યા-જેમાં ગ્રહોના ઉદય અસ્ત વિગેરેનો વિચાર હોય તે ૮.”
(તy i તે ઢોવિયપુરસ) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો (સિદ્ધચેvi JUT Uવું વત્તા સમUT) સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા (દ-
તુવે નાવ દિયય) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવતું પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (રયત્ન ના ડિસુત્તિ) બે હાથ જોડી યાવત્ - દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને “જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરીશું' એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે ll૬પાાં
૧૫૧
For Private and Personal Use Only