________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RY
કલ્પસૂત્ર ભાષાંતર
IENTI
આ પાંચસો સુભટોની જેમ પોતાનું અપમાન ન થાય, માટે તે નીતિનિપુણ સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ છે તૃતીય રાજાના મહેલને દરવાજે એકઠા થઈ એકસમ્મત થાય છે, અને પોતાનામાંથી એક જણને અગ્રેસર સ્થાપે છે. વ્યાખ્યાનમુ
(મિનિત્તા) એકસમ્મત થઈને (નેવ વાદરિયા સેવા સાન્નિા) જયાં બહારની સભાનું સ્થાન છે, (વેવ સિદ્ધત્યે ત્તિ) જયાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, તેને ૩વાચ્છત્તિ) ત્યાં આવે છે. (ઉવા છત્તા) આવીને (રયત્નપરિહિાં નવ વધુ બે હાથ જોડી, યાવતુ દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલી જોડીને (સિદ્ધત્વે રિય) સિદ્ધાર્થ ક્ષત્રિયને (બvi વિનgvi વક્તાત્તિ) જય અને વિજય વડે વધાવે છે, એટલે હે રાજનું, તમે જય પામો, વિજય પામો, એ પ્રમાણે આશીર્વાદ દે છે. વળી તેઓ આશીર્વાદ આપવા લાગ્યા કે - “दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव, प्रज्ञावान् भव भूरिसत्त्वकरुणादानैकशौण्डो भव । भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढश्रीर्भव, कीर्तिमान् भव सदा विश्वोपजीवी भव ॥१॥"
હે મહારાજા ! તમે દીર્ધાયુષી થાઓ, યમ-નિયમાદિ વ્રતને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાનું થાઓ, યશસ્વી થાઓ, બુદ્ધિવાળા થાઓ, ઘણા પ્રાણીઓને કરુણાદાન દેવામાં અદ્વિતીય પરાક્રમી થાઓ, ભોગની સંપત્તિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, ઉત્તમ પ્રકારના સૌભાગ્ય વડે મનોહર થાઓ, પ્રૌઢ લક્ષ્મીવાળા , અથવા શોભાયુક્ત થાઓ, કીર્તિવાળા થાઓ, અને હંમેશાં સમસ્ત જગતનું પાલન-પોષણ કરનારા થાઓ.”
૧૫૫
For Private and Personal Use Only