________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
હવે કવિ ઉપસંહાર કરતાં કહે છે કે – ( િવદુળા ?) તે રાજાનું વધારે કેટલું વર્ણન કરીએ ? (પ્પવદ્ધ વિવ ગાંવિત્ર્ય-વિભૂસિણ) તે રાજા કલ્પવૃક્ષની જેમ અલંકૃત થયેલો અને વિભૂષિત થયેલો છે. જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરે વડે અલંકૃત હોય છે, અને પુષ્પ-ફલાદિ વડે વિભૂષિત હોય છે; તેમ સિદ્ધાર્થ રાજા પણ મુગટ વિગેરે આભૂષણો વડે અલંકૃત થયેલો છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલો છે; (રં?) આવા પ્રકારનો તે રાજા (સોશિંટમલ્લવામેળ છત્તેનું રિન્ગમાળેનું) કોસ્ટિંટ વૃક્ષના પુષ્પોની બનાવેલી માલાઓ સહિત જે છત્ર, મસ્તક પર ધારણ કરાતા તે છત્ર વડે (સેયવરવામરાતૢિ વમાળીöિ) અને બન્ને બાજુએ વીંઝાતા ઉત્તમ સફેદ ચામરો વડે શોભી રહેલો છે, (મંગનઽયસવાતો!) જેનું દર્શન થતાં લોકો ‘જય જય’ એ પ્રમાણે માંગલિક શબ્દો ઉચ્ચારી રહ્યા છે એવો; વળી તે સિદ્ધાર્થ રાજા કેવો ? - (ગળેપળનયન-) ‘અનેક જે ગણનાયકો એટલે પોતપોતાના સમુદાયમાં મોટા ગણાતા પુરુષો, (દંડનાયગ-) પોતાના દેશની ચિંતા કરનારા, (શાન) પોતાના તાબાના દેશના ખંડિયા માંડલિક રાજાઓ, અને ઈશ્વરો એટલે યુવરાજો, (તનવ-) સંતુષ્ટ થયેલ રાજાએ આપેલા પદ્મબંધ વડે વિભૂષિત રાજદરબારી પુરુષો-કોટવાલો, (માર્કેનિય–) મડંબના સ્વામી, (નિય–) કેટલાએક કુટુંબના સ્વામી, (મંતિ-મહામંતિ-) રાજ્ય સંબંધી કારભાર ચલાવનારા મંત્રીઓ, અને મંત્રીઓ કરતાં વિશેષ સત્તા ધરાવનાર મહામંત્રીઓ એટલે મંત્રીમંડલમાં અગ્રેસરો, (Ī-) જ્યોતિષીઓ અથવા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૪૬