________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
માતાએ પહેલે સ્વપ્ને સિંહ જોયો હતો; પરંતુ ઘણા જિનેશ્વરોની માતાઓએ પહેલે સ્વપ્ને હાથી જોયો હતો; માટે એવી રીતના પાઠના અનુક્રમની અપેક્ષાએ-બહુપાઠના રક્ષણ માટે અહીં પણ શ્રીમહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વપ્ને હાથી જોયો એ પ્રમાણે કહ્યું છે. તે હાથી કેવો છે ?, તે કહે છે - (પતા) ચાર દંતશૂલ વાળો, કોઈ ઠેકાણે ‘તો પતં' એવો પાઠ છે, તેનો અર્થ આ પ્રમાણે - તતૌજસ એટલે મહા બલવાન્ ચાર દંતશૂલ વાળો, (૩સિગ્ન-ગલિયવિપુલગનહર-દાનિત શ્રીસાર-સસંવિરળ-ઢારવ-રચયમહાસેલપંડુતર) તે હાથી ઉંચો છે, વરસાદ વરસી રહ્યા બાદ ગળી ગયેલા વિશાલ મેઘ જેવો અતિ સફેદ છે; વળી એક્ઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રનાં કિરણો, પાણીના કણીયા, અને રૂપાનો જે મહાશૈલ એટલે વૈતાઢ્ય પર્વત; તેઓના જેવો અતિશય સફેદ છે. (સમાય મયસુગંધવાળ વાસિઞવોલમૂર્ત) ગંધમાં લુબ્ધ બની એક્ઠા થયેલા ભમરાવાળું ખુશબોદાર મદજલ, તે મદજલ વડે સુગંધમય બન્ને કુંભસ્થળોવાળો, (રેવરાયવુંગરવરમાળ) શક્રેન્દ્રના એરાવણ હાથી જેવા શાસ્ત્રોક્ત શરીર પ્રમાણવાળો, (પિચ્છ સનબંધળ વિપુલગનહર પ્નિયાંમીર ચારુષોર્સ રૂમ) જલથી ભરેલો જે ઘટાટોપ થયેલો અને ચોતરફ પથરાએલો મેઘ, તે મેઘની ગર્જના જેવી ગંભીર અને મનોહર ગર્જનાવાળા હાથીને દેખે છે. વળી તે હાથી કેવો છે ? - (સુક્ષ્મ) શુભ ક૨ના૨ો (સવનવળયંવિૐ) સર્વ શુભલક્ષણોના સમૂહવાળો, (વરોરું) સર્વ હાથીઓમાં ઉત્તમ અને વિશાળ, આવા પ્રકારના હાથીને ત્રિશલા ક્ષત્રિયાણી પહેલે સ્વપ્ન દેખે છે. (।।૧II) II૩૩૪ા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ્
૧૦૨