________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ગાલેલા અને ફુદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવા ગોલ, તથા સ્વચ્છ વીજળી જેવા ચકચકીત અને ચપલ બે નેત્રો વાલો, (વિસાતપીવરવરો) વિશાલ અને પુષ્ટ ઉત્તમ સાથલ વાલો, (ડિપુળ-વિમનઅંÜ) પરિપૂર્ણ અને નિર્મલ સ્કંધ વાલો, (મિ વિસય-સુદુમ-નવસ્વળ પસત્ય-વિચિ સરાડોવ સોહિf)સુકોમલ, સફેદ, બારીક, ઉત્તમ લક્ષણવાલા, અને લાંબા કેસરાઓના દબદબા વડે શોભતો, (સિગસુનિમિગ-સુઝાય ગોડિગ ભંગૂન) ઉંચું કરીને કુંડલાકારે વાલેલું અને શોભાસહિત અફલાવેલું છે પૂંછડું જેણે એવો; અર્થાત્ તેણે પોતાનું પૂંછડું જમીન સાથે અફલાવીને પછી ઉંચું કરી કુંડલાકારે વાળ્યું છે, (સોમ) મન વડે ક્રૂરતા રહિત, (સોમ) સુંદર આકૃતિવાલો, (ભીન્નાયંત) વિલાસ સહિત મંદ મંદ ગતિવાલો, (નયનાગો ગોવચમાળ નિયવચળમવયંત પિચ્છડ઼ સT) આકાશ થકી ઉતરતો અને ત્યાર પછી પોતાના મુખમાં પેસતો, આવા પ્રકારના સિંહને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે સિંહ કેવો છે ? –
(ગાઢતિવાનનું સીદું વયળ સરીપત્નવ પત્તાનીö) અત્યંત તીક્ષ્ણ અગ્ર ભાગવાળા છે નખો જેના, તથા મુખની શોભા માટે પલ્લવપત્ર સ૨ખી રમણીય જીભ ફેલાવેલી છે જેણે એવા સિંહને ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વપ્ન દેખે છે (III) ।૩૫।।
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય
વ્યાખ્યાનમ્
૧૦૫