________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
સમૂહવાળો, અર્થાત્ તે સમુદ્રમાં ચારે દિશાએ અગાધ જલપ્રવાહ છે. વળી તે ક્ષીરસમુદ્ર કેવો છે ? - ((ચવનપંચનુંયળમાળવન્નોન-સ્રોઅંતતોë) અતિશય ચંચલ અને ઘણા ઉંચા પ્રમાણના જે કલ્લોલો એટલે મોજાંઓ, તેઓ વડે વારંવાર એન્ડ્રુ થઈને જુદું પડતું છે પાણી જેનું એવો, (પદ્મવળાઠ્યવૃતિયનવલાનહતયા-) સખત પવનના આઘાતથી ચલાયમાન થયેલા અને તેથી જ ચપલ બનેલા જે પ્રગટ તરંગો, (વંતમં−).આમ તેમ નાચી રહેલા જે ભંગો એટલે તરંગવિશેષો,
(ઓજીષ્મમાળસોયંતનિમ્મન વસ્તુમ્મી-) તથા અતિશય ક્ષોભ પામતી એટલે જાણે ભયભ્રાંત થયેલી હોયની ! તેમ ચારે બાજુએ અથડાતી, અને તેથી જ શોભી રહેલી, સ્વચ્છ અને ઉછાળા મારતી જે ઊર્મિઓ એટલે મોટા મોટા કલ્લોલો અર્થાત્ સમુદ્રના લોઢ, (સહસંબંધધાવમાળોનિયત્તમાસુતરામિરામ) આવી રીતના તરંગો, ભંગો અને ઊર્મિઓ સાથે જે સંબંધ, તે વડે કાંઠા તરફ દોડતો અને કાંઠાથી પાછો ફરતો એવો અત્યંત દેદીપ્યમાન અને દેખનારાઓને પ્રેમ ઉપજાવનારો, (મહામગરમચ્છ-તિમિ-તિમિતિ-નિરુદ્ધતિનિતિનિયામિપાયરળપસર) મોટા મગરમચ્છ, માંછલાં, તિમિ નામના સાધારણ મચ્છ, તિમિંગિલ નામના મોટા મચ્છ, નિરુદ્ધ અને તિલિતિલિક, વિગેરે જે જુદી જુદી જાતના જલચર જીવો; તેઓના પૂંછડાઓના આઘાતથી ઉત્પન્ન થયેલો છે કપૂર જેવા સફેદ ફીણનો વિસ્તાર જેમાં એવો,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૨૨