________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
1 દ્વિતીય
લક્ષ્મીદેવીને યોગ્ય શપ્યા છે. હવે તે મુખ્ય કમલની ચારે તરફ ફરતા, વલયના આકારવાળા એટલે ગોળ આિકારવાળા, લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરેલા, તથા મુખ્ય કમલના પ્રમાણથી અરધા લાંબા, પહોળા
શિક વ્યાખ્યાનમુ. અને ઉંચા; એવા એકસો આઠ કમલ છે. એવી રીતે સઘળા વલયોમાં અનુક્રમે અરધું અરધું પ્રમાણ સમજવું મયે ૧ હવે બીજા વલયમાં વાયવ્ય, ઈશાન એ ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર
કમલ છે, પૂર્વ દિશામાં ચાર મહદ્ધિક દેવીઓનાં ચાર કમલ છે, આગ્નેયી દિશામાં અત્યંતર પર્ષદાનાં ગુરુ સ્થાનીય દેવોનાં આઠ હજાર કમલ છે, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમલ છે, નૈઋત દિશામાં આઠ હજાર કમલ છે, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમલ છે, નૈઋત દિશામાં બાહ્ય પર્ષદાના નોકર તરીકે રહેલા દેવોના બાર હજાર કમલ છે, અને
પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાળા પાડા, ગંધર્વ અને નાટકરૂપ સાત સેનાઓના નાયકોના સાત કમલ મિ છે ૨. ત્યાર પછી ત્રીજા વલયમાં સોળ હજાર અંગરક્ષક દેવોને વસવાનાં સોલ હજાર કમલ છે ૩. ચોથા
વલયમાં બત્રીસ લાખ અત્યંતર આભિયોગિક દેવોને વસવાનાં બત્રીસ લાખ કમલ છે ૪. પાંચમા વલયમાં કાચાલીસ લાખ મધ્યમ આભિયોગિક દેવોને વસવાનાં ચાલીસ લાખ કમલ છે ૫. છઠ્ઠા વલયમાં અડતાલીસ લાખ બાહ્ય આભિયોગિક દેવોને વસવાનાં અડતાલીસ લાખ કમલ છે ૬. એવી રીતે મુખ્ય કમલની સાથે
૧૦૭
For Private and Personal Use Only