________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ભાંગ્યો હોય, બીજા માણસે તે કાંટાને એવી કુશલતાથી કાઢ્યો કે જેથી તેને જરા પણ પીડા થવા દીધી નહીં. તે વખતે તે માણસ બોલે છે કે - ‘તેં એવી રીતે કાંટો કાઢ્યો કે મને ખબર પડી નહિ'. જો કે અહીં કાંટો કાઢતાં તે સામા માણસને જ્ઞાન તો થાય જ છે, છતાં પીડા ન થવાથી કાંટો કાઢનારની કુશલતા જણાવવાને જાણે જાણ્યું જ ન હોય એવો વ્યવહાર થાય છે. વળી સુખમગ્ન થયેલો માણસ બોલે છે કે – આજનો આખો દિવસ ગયો, પરન્તુ મને ખબર પણ પડી નહીં, અહી પણ જો કે તે વ્યતીત થયેલા દિવસને જાણે છે, છતાં અતિશય સુખ જણાવવાને આવો વ્યવહાર થાય છે. તેવી રીતે હરણેગમેષી દેવે એવી કુશલતાથી ગર્ભનું સંહરણ કર્યું, કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, એમ જણાવવાને ‘હું સંહરાઉં છું’ એ પ્રમાણે જો કે પ્રભુ જાણે છે છતાં જાણતા નથી એમ કહ્યું છે.
(સાહરિ મિ ત્તિ ગાળફ) જ્યારે હરિણેગમેષી દેવે ત્રિશલા માતાની કુખમાં ગર્ભનું સંક્રમણ કર્યું, ત્યારે ‘હું સંહરાયો’ એ પ્રમાણે પ્રભુ જાણે છે. (ન રળિ = ળ) જે રાત્રિમાં (સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન્ મહાવી૨ને (તેવાળવા! માફળીણ નાલંધરસનુત્તા! જ્કીયો) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી (તિસત્તા! અત્તિયાળીણ વાસિસનુત્તા કિસિ) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં (ગમ્મત્તા! સાહરિ!) ગર્ભપણે સંક્રમાવ્યા(તં ચળિ ચ ળ)તે રાત્રિમાં (સા રેવાળવા માફળી) તે દેવાનંદા બ્રાહ્મણી (સળગંસિ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4] C
દ્વિતીય વ્યાખ્યાનમ્
૯૭