________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી .
દ્વિતીય
કલ્પસૂત્ર ભાષાંતર
(૧૭) સત્તરમે ભવે મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થયો.
(૧૮) ત્યાંથી અવીને અઢારમે ભવે - પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાનો દીકરો ત્રિપૃષ્ઠ ફી વ્યાખ્યાનમ્ નામે વાસુદેવ થયો. પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપુપ્રતિશત્રુ હતું, તેને ભદ્રા નામે રાણીની કુખે અચલ નામે પુત્ર, અને મૃગાવતી નામે પુત્રી થઈ. મૃગાવતી ઘણી રૂપાળી હતી. એક વખતે યૌવનવતી અને સૌન્દર્યવતી તે મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા ગઈ, ત્યારે તેણીનું અતિશય સૌન્દર્ય જોઈ રાજા કામાતુર થયો, અને તેણીની સાથે લગ્ન કરવાનો ઉપાય વિચારી મૃગાવતીને વિદાય કરી, હવે રાજાએ નગરના મોટા મોટા માણસોને સભામાં બોલાવી પૂછ્યું કે – “હે સભાજનો ! રાજયમાં જે રત્ન વસ્તુઓ ઉત્પન્ન થાય તે કોની સમજવી? ત્યારે સભાજનોએ ઉત્તર આપ્યો કે - “હે સ્વામી! જે ઉત્તમ ઉત્તમ રત્નવસ્તુઓ હોય તે રાજાની જ કહેવાય, કારણ કે - રત્નવસ્તુઓનો સ્વામી રાજા સિવાય બીજો કોણ યોગ્ય કહેવાય?” આ પ્રમાણે લોકોના જ મુખથી કહેવરાવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, અને લોકોને કહ્યું કે - તમારા જ વચન મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ !” આ બનાવ જોઈ સભાના લોકો લજ્જિત થઈ ગયા. પછી રાજાએ મૃગાવતી સાથે ગાંધર્વવિધિથી લગ્ન કર્યું. આ પ્રમાણે તે રાજા પોતાની પ્રજા એટલે સંતતિનો પતિ થયો, તેથી તેનું નામ “પ્રજાપતિ' એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. મૃગાવતીની કુખે સાત સ્વપ્નોએ, સૂચિત ચોરાસી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર થયો. તેણે બાલ્યાવસ્થામાં પણ
For Private and Personal Use Only