________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિઘ્ન કરનાર સિંહને શસ્ત્ર વગર પોતાના હાથથી જ ચીરી નાખ્યો હતો. અનુક્રમે ત્રિપૃષ્ઠ વાસુદેવપણાને પામ્યા. એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલાક ગવૈયા ગાતા હતા, ત્યારે વાસુદેવે પોતાના શય્યાપાલને આજ્ઞા કરી કે – ‘મારા ઉંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે'. હવે વાસુદેવ નિદ્રા વશ થઈ ગયા છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા શય્યાપાલે ગાયન બંધ કરાવ્યું નહિ. તેથી થોડીવારમાં વાસુદેવ જાગી ઉઠ્યા, અને તેઓને ગાતા જોઈ ગુસ્સે થઈ દ્વા૨પાલને કહ્યું કે - ‘અરે દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયન વધારે પ્રિય છે ?, ત્યારે તો તું તેનું ફળ ભોગવ’. એમ કહીને તેમણે શય્યાપાલના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવ્યો. આ કૃત્યથી વીરપ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામીને,
(૧૯) ઓગણીશમે ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો.
(૨૦) ત્યાંથી નીકળીને વીસમે ભવે સિંહ થયો.
(૨૧) ત્યાંથી મરીને એકવીસમે ભવે ચોથી નરકમાં ના૨કીપણે ઉપન્યો.
(૨૨) ત્યાંથી નીકળી ઘણા ભવો ભમીને બાવીસમે ભવે મનુષ્યપણું પામ્યો. ત્યાં તેણે શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ્
८०