________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
મારાથી ત્યાં જઈ શકાય નહિ, માટે તેને કપટ કરી બહાર કાઢ્યું. એમ વિચારી વિશાખાનંદીએ કપટ કરી Aિ દ્વિતીય | સરલસ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢ્યો, અને પછી પોતાના અંતઃપુર સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો. તો, વ્યાખ્યાનમ્ પાછળથી વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ક્રોધ ચડ્યો અને એક મુષ્ટિ વડે કાંઠાના વૃક્ષ પર પ્રહાર કરી તેનાં બધાં ફળો નીચે પાડી નાખ્યાં. ત્યાર પછી વિશાખાનંદીને ઉદ્દેશી બોલ્યો કે - “આ કોઠાના ફળની જેમ તમારાં મસ્તકો પૃથ્વી પર રગદોલી નાખું એવી મારી તાકાત છે, પણ શું કરું ?, વડિલો ઉપરની મારી ભક્તિથી જ એમ કરી શકતો નથી. આવા કપટયુક્ત ભોગની મારે જરૂર નથી. એમ કહી વિષયોથી વિરક્ત બનેલા વિશ્વભૂતિએ સંભૂતિનામના મુનિરાજ પાસે દીક્ષા લીધી. હવે વિશ્વભૂતિ મુનિરાજ એક હજાર વરસનો ઉગ્ર તપ તપતા છતા, વિચરતા વિચરતા એક વખત માસખમણને પારણે ગોચરી માટે મથુરામાં આવ્યા, તે વખતે તેમના, કાકાનો દીકરો વિશાખાનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યો હતો. તેણે તપથી અત્યંત કુશ થઈ ગયેલા વિશ્વભૂતિને જોયા. હવે વિશ્વભૂતિ ગોચરી માટે ચાલ્યા જાય છે, તેવામાં તેઓ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઈને “કોઠાના ફળને પાડવાનું તારું બળ ક્યાં ચાલ્યું ગયું !' એમ કહીને વાત વિશાખાનંદી હસ્યો. તે સાંભળીને વિશ્વભૂતિએ ક્રોધથી તે ગાયને શીંગડે પકડીને આકાશમાં ભમાવી અને એવું નિયાણું કર્યું કે – “હું આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણા પરાક્રમવાળો થાઉં, પછી તેઓ કે પોતાનું કરોડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને,
For Private and Personal Use Only