________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
“ઠીક થયું, પાપીઓને પાપ નડ્યું.” ધીરે ધીરે વીરક ડહ્યો થઈ ગયો. ત્યાર પછી તે વૈરાગ્યભાવથી તાપસ 2િ દ્વિતીય થઈ તપ તપીને મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. તે વ્યંતર વિર્ભાગજ્ઞાન વડે બન્ને યુગલીયાને જોઈ ચિંતવવા વ્યાખ્યાનમ્. લાગ્યો કે - “અરેરે ! આ બન્ને મારા પૂર્વભવનાં વૈરિ યુગલીયાનું સુખ ભોગવી રહ્યાં છે, અને વળી પાછા દેવ થઈ અનુપમ સુખ ભોગવશે. મારા વૈરિ સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય? તેથી આ બન્નેને દુર્ગતિમાં પાવું જેથી દુ:ખ પામે'. એમ વિચારી તે બંતરે પોતાની શક્તિ વડે તે બન્નેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી નિયાણી દીધાં. અને આ ભરતક્ષેત્રમાં લાવીને રાજય આપી સાત વ્યસન શીખવાડ્યાં તે બેનાં નામ “હરિ' અને હરિણી’ એમ પ્રસિદ્ધ કરીને, પોતાના પૂર્વભવના વૈરિઓને માંસ, મદિરાદિ સાત વ્યસનોમાં આસક્ત કરીને વ્યંતર ચાલ્યો ગયો. તે બન્ને સાતે વ્યસન સેવી મૃત્યુ પામી નરકમાં ગયા. તે હરિના વંશમાં જે માણસો થયા તે હરિવંશથી ઓળખાવા લાગ્યા. અહીં યુગલીયાનું આ ક્ષેત્રમાં આવવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું દૂધ સંક્ષિપ્ત થવું, તથા યુગલીયાનું નરકે જવું; એ સઘળું અચ્છેરારૂપ જાણવું છે.
૩નામું ૩છેરું - અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્રનું ઉંચે જવું. તે આ રીતે.
પૂરણ નામનો ઋષિ તપ તપીને ચમરેન્દ્ર થયો. નવા ઉત્પન્ન થયેલા તેણે અવધિજ્ઞાન વડે પોતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જોયો, તેથી ઈર્ષ્યાથી ધમધમી રહેલા તેણે ગુસ્સે થઈ, ભગવાન શ્રીમહાવીરનું શરણ લઈ, ભયંકર રૂપ કરી, લાખ યોજન શરીર કરી, હાથમાં પરિઘ નામનું હથિયાર લઈ, ગર્જના કરી તે
For Private and Personal Use Only