________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
[] LT
www.kbbatirth.org
શ્રીમહાવીરસ્વામીના સત્યાવીશ ભવ -
પહેલા ભવમાં વીરપ્રભુનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો તે એક વખત પોતાના સ્વામીની આજ્ઞાથી કાષ્ઠ માટે વનમાં ગયો. બપોર વખતે સેવકોએ ભોજન તૈયાર કર્યું, ત્યારે તેને વિચાર થયો કે – ‘અહો ! આ સમયે કોઈ અતિથિ આવી જાય તો બહુ સારું'. એમ વિચારી ચારે તરફ દૃષ્ટિ ફેરવે છે, તેવામાં સાર્થથી ભૂલા પડેલા સાધુઓને જોયા. સાધુઓને જોઈ તે બહુ ખુશી થયો, અને ‘અહો ! હું કેવો ભાગ્યશાલી કે ભોજન વખતે આવા સુપાત્ર સાધુઓનો મને સમાગમ થયો’એમ વિચારી, રોમાંચિત થઈ, તે સાધુઓને વિપુલ રસોઈ વહોરાવી. પછી પોતે ભોજન કરી, સાધુઓ પાસે જઈ, નમસ્કાર કરીને કહ્યું કે - ‘હે મહાત્માઓ ! પધારો, હું આપને રસ્તો બતાવું છું'. એમ કહી સાધુઓ સાથે ચાલ્યો. માર્ગમાં ચાલતાં સાધુઓએ તેને યોગ્ય જાણી, એક વૃક્ષ નીચે બેસી ધર્મનો ઉપદેશ આપ્યો અને તેથી સમકિત પામ્યો. હવે નયસાર પોતાના આત્માને ભાગ્યશાલી માનતો થકો સાધુઓને વંદન કરી પોતાને ગામ આવ્યો. આયુષ્ય પૂરું થતાં અંતે પંચપરમેષ્ઠીના નમસ્કાર પૂર્વક મૃત્યુ પામી (૧)
(૨) બીજે ભવે સૌધર્મકલ્પમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો.
(૩) ત્યાંથી ચ્યવીને ત્રીજે ભવે ભરત ચક્રવર્તીનો મરીચી નામે પુત્ર થયો. મરીચીને વૈરાગ્ય થવાથી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ
૭૧