________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
શ્રી ઋષભદેવ પ્રભુ પાસે તેણે દીક્ષા લીધી, અને સ્થવિરો પાસે અગીયાર અંગો ભણ્યો. એક દિવસ ઉનાળામાં . દ્વિતીય તાપ આદિકથી પીડિત થઈ વિચારવા લાગ્યો કે - “સંયમનો ભાર તો બહુ જ આકરો છે, હું તેને વહન વ્યાખ્યાન કરવાને શક્તિમાન નથી, વળી આ છોડીને ઘેર જવું એ પણ ઠીક નથી'. એમ વિચારી તેણે નવીન જાતનો વેષ રચ્યો, તે આ પ્રમાણે – “સાધુઓ તો મનદંડ, વચનદંડ અને કાયદંડ, એ ત્રણ દંડથી વિરત થયેલા છે; હું ત્રણ દંડથી વિરત નથી, માટે મારે ત્રિદંડનું ચિહ્ન રાખવું. સાધુઓ દ્રવ્યથી મુંડિત થયેલા છે, તેમ રાગ-દ્વેષ ||ળે વર્જેલા હોવાથી ભાવથી પણ મુંડિત થયેલા છે; હું તેવો નથી, માટે હું મસ્તક પર ચોટલી રાખી હજામત કરાવીશ. સાધુઓને સર્વ પ્રાણાતિપાતાદિકથી વિરતિ છે, હું તેવો નથી, માટે સ્થૂલ પ્રાણાતિપાતાદિકથી વિરતિ પાલીશ. સાધુઓ શીયલ રૂપ સુગંધીથી વાસિત થયેલા છે, હું તેવો નથી, માટે હું શરીરે ચંદનાદિ સુગંધી વસ્તુઓનું વિલેપન કરીશ. સાધુઓ મોહ રહિત છે, હું મોહથી આચ્છાદિત થયેલો છું, માટે હું છત્ર રાખીશ. સાધુઓ પગરખાં વિના ઉઘાડે પગે ચાલનારા છે, હું પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ કષાય | રહિત છે, હું તો કષાય સહિત છું; તેથી હું રંગેલાં - ભગવાં કપડાં પહેરીશ. સાધુઓ સ્નાનથી વિરતિવાળા
છે, પણ હું તો પરિમિત જલથી સ્નાન અને પાન કરીશ” એવી રીતે તેણે પોતાની બુદ્ધિથી પરિવ્રાજકનો વેષ નીપજાવ્યો. તેને આવા વિચિત્ર વેષવાળો જોઈને લોકો ધર્મ પૂછવા લાગ્યા, પણ તેઓની આગળ મરીચિ તો સાધુધર્મની પ્રરૂપણા કરતો, અને પોતાની દેશનાશક્તિથી અનેક રાજપુત્રાદિકોને પ્રતિબોધી પ્રભુ
For Private and Personal Use Only