________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
RS
કલ્પસૂત્ર ભાષાંતર
lJરણ
પાસે મોકલી દીક્ષા અપાવતો. વળી તે પ્રભુની સાથે જ વિચરતો. એક વખત ભગવાનું વિચરતાં વિચરતાં પતિ હિતીય અયોધ્યામાં સમવસર્યા. પ્રભુને વંદન કરવા માટે આવેલા ભરતે પૂછ્યું કે - “હે સ્વામિન્ ! આ પર્ષદામાં કોઈ છે. વ્યાખ્યાન એવો જીવ છે કે જે ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં તીર્થકર થવાનો હોય?' પ્રભુએ ઉત્તર આપ્યો કે – “ભરત ! તારો આ મરીચિ નામનો પુત્ર આ અવસર્પિણીમાં વીર નામનો ચોવીસમો તીર્થંકર થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી થશે, વળી આ જ ભરતક્ષેત્રમાં પોતન નામના નગરનો સ્વામી ત્રિપૃષ્ઠ નામનો પહેલો વાસુદેવ થશે”. આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રોમાંચિત થયેલા ભરત મહારાજા મરીચિને વંદન કરવા ગયા. જઈને વિનય વડે મરીચિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. પછી જ તેણે સ્તુતિ કરી કે - “હે મરીચિ. આ દુનિયામાં જેટલા લાભો છે તેટલા તમે જ મેળવ્યા છે. કારણ કે - તમે | વીર નામના ચોવીસમા તીર્થંકર, પ્રિયમિત્ર નામના ચક્રવર્તી, અને ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થશો.” આ હS પ્રમાણે પ્રભુએ કહેલી બધી વાત પ્રગટ કરીને કહ્યું કે – “હું તમારા આ પરિવ્રાજકપણાને તથા તમારા આ જન્મને વંદન કરતો નથી, પણ તમે છેલ્લા તીર્થંકર થશો, તેથી વંદન કરું છું, કારણ કે - વર્તમાન તીર્થંકરની જેમ ભાવી તીર્થકર પણ વંદનને યોગ્ય છે” ઇત્યાદિ મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરીને ભરત મહારાજા પોતાને સ્થાનકે ગયા. હવે મરીચિ ભરતે કહેલ હકીકત સાંભળી અતિશય હર્ષિત થયો, અને ત્રણ વાર પગ સાથે હાથનું આસ્ફાલન કરીને નાચતો બોલવા લાગ્યો કે -
૭૩
For Private and Personal Use Only