________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પોતાનો શંખ ફૂંક્યો, સમુદ્રમાં ગમન કરતાં કૃષ્ણે પણ પોતાનો શંખ ફૂંક્યો, તે બન્ને વાસુદેવના શંખનાદો મલ્યા. આવી રીતે પહેલાં કોઈ વખત થયું નથી, તેથી અચ્છેરું થયું ૫।
ઇત્તું ગચ્છેરું – કૌશાંબી નગરીમાં ભગવાન્, શ્રીમહાવીરને વાંદવા માટે સૂર્ય અને ચંદ્ર પોતાના મૂલ વિમાનો સાથે ઉતર્યા હતા, એવું કોઈ વખત થયું નથી; તેથી અચ્છેરું થયું ૬ ।
સાતમું ગચ્છેરું – હરિવંશ કુલની ઉત્પત્તિ. તે આવી રીતે-કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાલવીની વનમાલા નામની સ્ત્રીને અત્યન્ત રૂપાળી દેખી અન્તઃપુરમાં બેસાડી દીધી. તેથી તે શાલવી પોતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલો બધો ગાંડો થઈ ગયો કે, જેને દેખે તેને ‘વનમાલા વનમાલા' કહીને બોલાવવા લાગ્યો. કૌતુકપ્રિય લોકો અને બાલકોથી ઘેરાએલો તે ગાંડો વીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યો, અને ‘વનમાલા વનમાલા' પોકારવા લાગ્યો. ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજાએ અને વનમાલાએ તેને દેખ્યો. ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ ખેદ કરવા લાગ્યા કે, ‘આપણે આ કામ અનુચિત કર્યું, આપણી વિષયલાલસાની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જીંદગી બરબાદ કરી. વિષયને વશ થઈ કામાંધ માણસો શું શું અનર્થ નથી કરતા ?' આ પ્રમાણે પોતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવામાં ભવિતવ્યતાને યોગે તેઓ ઉપર બિજલી પડવાથી તેઓ બન્ને મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયા થયા. હવે રાજા અને વનમાલા મરી ગયા જાણી વીરકને શુદ્ધિ આવી, તે વિચારવા લાગ્યો કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ચિથ થી 49 C>
દ્વિતીય વ્યાખ્યાનમ
૬૭