________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
રીતે - એક દિવસ પાંડવોની ભાર્યા દ્રૌપદી પાસે નારદ ઋષિ આવ્યા. તે વખતે તેણીએ નારદને અસંયતિ જાણીને “ઉભા થઈ સામે આવવું’ વિગેરે આદર સત્કાર કર્યો નહિ, તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે - મારું અપમાન કરનારી દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું'. એમ વિચારી નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરકંકા નગરીનો રાજા પોત્તર સ્ત્રીઓમાં અત્યન્ત લુબ્ધ હતો, તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું. તેથી પદ્દમોત્તરે દ્રૌપદી ઉપર અનુરાગી થઈ, પોતાના એક મિત્ર દેવ પાસે તેણીનું હરણ કરાવી, પોતાના અન્તઃપુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ પોતાનું સતીપણું જાળવી રાખ્યું. હવે પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જાહેર કરી : તેથી તેણે ઘણે સ્થળે શોધ કરાવી, પણ પત્તો લાગ્યો નહિ, એટલામાં નારદને મોઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા પછી કૃષ્ણ લવણસમુદ્રના નાના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કર્યું, પ્રસન્ન થયેલા દેવે સમુદ્રમાં માર્ગ આપ્યો; તેથી બે લાખ યોજના વિસ્તારવાળા લવણસમુદ્રને કૃષ્ણ તથા પાંડવોના રથ તરી ગયા. અને પછી અમરકંકામાં જઈ, નરસિંહનું રૂપ કરી, કૃષ્ણ પોત્તર રાજાને જીત્યો. દ્રૌપદીના વચનથી તેને જીવતો છોડ્યો. દ્રૌપદીને સાથે લઈ પાછા ફરતાં કૃષ્ણ પોતાનો શંખ ફૂંક્યો, તે શંખનો શબ્દ સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું, અને તેથી તેણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રત જિનેશ્વરને પૂછ્યું, ત્યારે તેમણે કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યું. આ પ્રમાણે સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા માટે ઉત્સુક થઈ તુરત સમુદ્રને કાંઠે આવ્યો, અને
For Private and Personal Use Only