________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર
:
દ્વિતીય વ્યાખ્યાનમુ.
ભાષાંતર
ગોશાલો આવે છે, તેથી તે આણંદ ! તમે સાધુઓ તુરતમાં આડા અવળા ચાલ્યા જાઓ. વળી ગૌતમ Aિ વિગેરેને નિવેદન કર કે કોઈ પણ સાધુ તેની સાથે ભાષણ ન કરે. તેઓએ તેમ કર્યા બાદ ગોશાલો ભગવંતની પાસે આવ્યો, અને બોલ્યો કે – “અરે કાશ્યપ ! તું એમ કેમ બોલ્યા કરે છે કે, આ ગોશાલો તો મંખલિનો પુત્ર છે? તે તારો શિષ્ય તો મૃત્યુ પામ્યો છે, હું તો બીજો જ માણસ છું; પરંતુ તે ગોશાલાના શરીરને પરિષહો સહન કરવામાં સમર્થ જાણીને હું તે શરીરમાં રહ્યો છું. એવી રીતે તેણે કરેલા ભગવાનના તિરસ્કારને સહન ન કરી શકવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ તેને વચમાં ઉત્તર દેવા લાગ્યા. તેથી ગોશાલે ગુસ્સે થઈ તેઓ બન્ને ઉપર તેજોવેશ્યા મૂકીને તેઓને બાળી નાખ્યા. તે બે સાધુઓ કાલ કરી સ્વર્ગમાં ગયા. પ્રભુએ ગોશાલાને કહ્યું કે – “હે ગોશાલા ! કોઈ ચોર ચોરી કરતાં માણસોના ટોળામાં સપડાઈ ગયો, તે વખતે કીલ્લો પર્વત કે ગુફા જેવું છુપાવાનું સ્થાન ન મળવાથી પોતાની આંગળી અથવા તણખલા વડે પોતાને છુપાવે તો તેથી શું તે છુપાઈ શકે? એવી રીતે તું પણ જેમ તેમ બોલી પોતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે, તેથી શું તું છુપાઈ શકીશ? તું તે જ ગોશાલો છે, બીજો કોઈ નથી, ફોગટ શા માટે તારા આત્માને છુપાવે છે ?” આવી રીતે સમભાવપણે યથાસ્વરૂપ ભગવંતે કહ્યા છતાં તે દુરાત્માએ ક્રોધ કરી ભગવંત ઉપર પણ તેજલેશ્યા મૂકી. પરંતુ તે તેજલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને ગોશાલાના શરીરમાં દાખલ થઈ. તેને લીધે તેનું આખું શરીર દાઝી ગયું, અને તેથી સાત દિવસ સુધી અત્યંત વેદના ભોગવી સાતમી રાત્રિએ મરણ
For Private and Personal Use Only