________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય પર વ્યાખ્યાનમ્
પણ પાણીથી ભરી લીધાં. પછી એક વૃદ્ધ માણસે કહ્યું કે - “આપણું કામ સિદ્ધ થયું છે, માટે હવે બીજો ટેકરો ખોદશો નહિ'. એમ છતાં પણ તેઓએ બીજો ટેકરો ખોઘો, તેમાંથી સોનું નીકળ્યું. વળી વૃદ્ધ માણસે વાર્યા છતાં તેઓએ ત્રીજો ટેકરો ખોદ્યો, તેમાંથી રત્નો નીકળ્યાં. ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યું કે – “ભાઈઓ ! આપણને પાણી મળ્યું, સોનું તથા રત્નો મળ્યાં. હવે ચોથો ટેકરો ખોદશો નહિ. જો ખોદશો તો તેમાં મને ઠીક જણાતું નથી. માટે આ બૂઢાનું કહ્યું માનો અને હવે રસ્તો પકડો'. આ પ્રમાણે વારવા છતાં તે વેપારીઓએ અત્યંત લોભને વશ થઈ ચોથો ટેકરો પણ ખોદો. તેમાંથી દષ્ટિવિષ સર્પ નીકળ્યો. તે સર્વે ક્રોધથી રાફડા ઉપર ચડી, ચારે તરફ દષ્ટિ ફેંકી તેઓને ભસ્મીભૂત કરી નાખ્યા. હવે તે વેપારીઓને હિતોપદેશ આપી વારવાવાળો પેલો વૃદ્ધ માણસ તો ન્યાયી હતો, તેથી તેના ઉપર અનુકંપા આવવાથી વનદેવતાએ તેને જીવતો પોતાને સ્થાનકે પહોંચાડ્યો. એવી રીતે હે આણંદ ! તારો ધર્માચાર્ય આટલી બધી પોતાની સંપદા હોવા છતાં હજુ પણ અસંતુષ્ટ થઈને જેમ તેમ મારી નિંદા કરી, મને ક્રોધ ચડાવે છે. તેથી હું મારા પોતાના તપના તેજથી તેને આજે જ બાળીને ભસ્મ કરી નાખીશ, અત્યારે તે માટે જ ચાલ્યો છું. માટે જા, તું જલદી જઈને તેને આ સઘળો વૃત્તાંત નિવેદન કર. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપજે, તેથી તું તો ન્યાયી હોવાથી પેલા વૃદ્ધ વેપારીની જેમ હું તને જીવતો રાખીશ”. આ પ્રમાણે સાંભળી આણંદ મુનિ ભયભીત થઈ ગયા, અને ભગવંતની પાસે જલ્દી આવીને તે સર્વ વૃત્તાંત જણાવ્યો. પ્રભુએ કહ્યું કે - “આ
For Private and Personal Use Only