________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય | વ્યાખ્યાન
છે
ને
|
[પથા
(ત્યિ પુખ પણે વિ માવે છંચમૂ) પરંતુ લોકોમાં અચ્છેરાંરૂપ એટલે આશ્ચર્યરૂપ પદાર્થ પણ ભવિતવ્યતાને યોગે થાય છે, કે જે અચ્છેરાં (૩viતાહિં ડરબન- હિં વરવવંતહિં સમુખગ) અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે.
આ અવસર્પિણીમાં દસ અચ્છેરાં થયાં છે, તે નીચે પ્રમાણે - “उवसग्ग' गब्भहरणं', इत्थीतित्थं' अभाविआ परिसा । कण्हस्स अवस्कंका', अवयरणं चंद-सूराणं ॥१॥ हरिवंसकुलुप्पत्ती', चमरुप्पाओ य अट्ठसयसिद्धा । अस्संजयाण पूआ", दस वि अणंतेण कालेण ॥२॥"
શ્રી મહાવીર સ્વામીને કેવલી અવસ્થામાં પણ ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તીર્થકર, અભાવિત પર્ષદા એટલે મહાવીર તીર્થંકરની પહેલી દેશના નિષ્ફળ થવી, કૃષ્ણનું અપરકંકામાં ગમન, ચન્દ્ર અને સૂર્યનું મૂલ કે વિમાને ઉતરવું, હરિવંશકુલની ઉત્પત્તિ, ચમરેન્દ્રનો ઉત્પાત એટલે ઉંચે જવુ, એક સમયે એકસો ને આઠનું સિદ્ધ થવુ, અને અસંયતિઓની પૂજા; એ દસ અચ્છેરાં અનંતે કાલે થયાં છે.”
પહેલુ ૩ - શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન થયા પછી પણ ગોશાલાએ ઉપસર્ગ કર્યો. તે આવી રીતે - એક વખતે શ્રીવીર પ્રભુ વિચરતા થકા શ્રાવસ્તી નગરીમાં સમોસર્યા. તે સમયે ગોશાલો પણ ‘હું જિન
For Private and Personal Use Only