________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
છું’ એમ લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરતો થકો તે જ નગરીમાં આવ્યો. ત્યારે લોકોમાં એવી વાત ફેલાણી કે, શ્રાવસ્તી નગરીમાં તો એકી વખતે બે જિનો વર્તે છે. તે સાંભળીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, હે ભગવન્! પોતાને જિન કહેવરાવનાર આ બીજો કોણ છે?, પ્રભુએ કહ્યું કે – “હે ગૌતમ! એ માણસ જિન | નથી, પણ શરવણ ગામનો રહેવાસી સંખલિ નામના માણસની સુભદ્રા નામે સ્ત્રીની કુક્ષિએ જન્મેલો ગોશાલો છે. ઘણી ગાયોવાળી બ્રાહ્મણની ગોશાલામાં તે જન્મ્યો હતો, તેથી તેનું નામ ગોશાલી પડ્યું છે. મારી છદ્મસ્થ અવસ્થામાં છ વરસ સુધી તે મારી સાથે વિચરી, મારા જ શિષ્ય તરીકે તે રહી, મારી પાસેથી કાંઈક બહુશ્રત થઈને પોતાને ફોગટ જિન કહેવરાવે છે, આવું ભગવંતનું વચન સાંભળીને લોકોમાં વાત ફેલાઈ ગઈ કે, ગોશાલો જિન નથી. આ વાત નગરીમાં સ્થળે સ્થળે સાંભળીને ગોશાલાને ગુસ્સો ચડ્યો. એક દિવસે ભગવંતનો આણંદ નામે શિષ્ય ગોચરીએ ગયો હતો, તેને ગોશાલે કહ્યું કે – “હે આણંદ ! તું એક | દૃષ્ટાંત સાંભળ - કેટલાએક વેપારીઓ પૈસો મેળવવા માટે ગાડાંઓમાં વિવિધ પ્રકારનાં કરિયાણાં ભરીને પરદેશ ચાલ્યા. ચાલતાં ચાલતાં એક જંગલમાં પેઠા. ત્યાં કોઈ સ્થળે પાણી ન મળવાથી બહુ તરસ્યા થયા, કે તેથી પાણીની તપાસ કરવા લાગ્યા. એવામાં તેઓએ ચાર રાફડાના ટેકરાઓ જોયા. રાફડાની ચારે તરફ લીલું ઘાસ ઉગેલું જોઈ તેઓને નિશ્ચય થયો કે, રાફડામાં પાણી હોવું જોઈએ. પછી તેઓએ એક ટેકરો : ખોદ્યો. તેમાંથી ઘણું પાણી નીકળ્યું. તે પાણી પીવાથી તેઓની તરસ છીપી, વળી પોતાની પાસેનાં વાસણો
૬૨
For Private and Personal Use Only