________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsur Gyanmandir
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
Uી .
સાફ રાખે. હવે એક વખતે તે જ વનમાં દાવાનલ લાગ્યો, તેથી સઘળા વનવાસી જીવો ભયથી તે માંડલામાં આવી ભરાયા. તે હાથી પણ જલ્દી માંડલામાં આવ્યો માંડલામાં તલ જેટલી પણ જગ્યા રહી નહીં. આ વખતે તે હાથીએ પોતાના શરીરને ખંજવાળવા માટે એક પગ ઉંચો કર્યો, એટલામાં એક સસલો બીજી જગ્યાએ ઘણી સંકડાશ હોવાથી તે જગ્યાએ આવીને બેઠો. હવે પગથી શરીર ખંજવાળીને જેવો તે પગ નીચે મૂકવા લાગ્યો કે તુરત તેણે તે જગ્યાએ સસલાને જોયો. તેથી દયા લાવીને અઢી દિવસ સુધી એવી જ રીતે પગ ઉંચો ધરી રાખ્યો. પછી જયારે દાવાનલ શાંત થયો ત્યારે સઘળા જીવો પોતપોતાને સ્થાનકે ગયા, સસલો પણ ચાલ્યો ગયો, પણ તે હાથીનો પગ ઝલાઈ જવાથી પગની બધી ૨ગ બંધાઈ જવાથી, જેવો તે પગ નીચે મૂકવા ગયો કે તુરત પૃથ્વી પર પડી ગયો. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસથી પીડિત થઈને; દયામય રહીને, સો વરસનું આયુષ્ય સંપૂર્ણ કરીને શ્રેણીક રાજાની ધારિણી નામે રાણીની કુખે તું પુત્રપણે ઉત્પન્ન થયો છે. હે મેઘકુમાર ! તેં તિર્યંચના ભાવમાં પણ ધર્મને માટે આવું કષ્ટ સહન કર્યું, તેથી તારો રાજકુળમાં જન્મ થયો, તો ચારિત્રને માટે કષ્ટ સહન કરતાં કેટલું ફળ મળશે, તેનો વિચાર કર. હે મેઘ ! તિર્યંચના ભવમાં તો તું મારો અજ્ઞાની હતો છતાં દયાળુપણે તેં વ્યથાને જરા પણ ગણકારી નહિ, તો અત્યારે જ્ઞાન પામીને પણ જગતું વંદનીય એવા સાધુઓના ચરણથી અફલાતો છતો શા માટે દૂભાય છે? તે સાધુઓ તો જગતને વંદનીય છે, પણ એમના ચરણની રજ તો પુણ્યવાનું જીવને લાગે. માટે સાધુઓના પગ લાગવાથી દુઃખ ન આણવું.” એ
For Private and Personal Use Only