________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
ગ્રહણ કરે? હે મેઘ ! નારકીનાં દુ:ખનો પાર આવે છે તો મનુષ્યના દુઃખનો પાર કેમ ન આવે? તુચ્છ સુખને માટે ચારિત્ર રત્નનો ત્યાગ કરવો એ શું વીરપુરુષનું કામ છે? મરવું બેહતર છે, પણ ચારિત્રનો ત્યાગ કરવો ઠીક નથી. ચારિત્રનું કષ્ટ જ્ઞાન સહિત છે, માટે તે મહા ફલદાયક છે. વળી તેં જ પૂર્વભવમાં ધર્મને માટે કષ્ટ સહન કર્યું હતું, તે કષ્ટથી તને આટલું ફલ મલ્યું, તે તારા પૂર્વભવની વાત સાંભળ -
તું અહીંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં છ દંત્રાલવાળો શ્વેત વર્ણ વાળો અને એક હજાર હાથણીઓનો સ્વામી એવો સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો. એક દહાડો ત્યાં વનમાં દાવાનલ લાગ્યો, તેથી ભય પામીને હાથી ત્યાંથી નાસવા લાગ્યો. નાસતાં નાસતાં તરસ્યો થયો, એટલામાં બહુ જ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યો. તળાવમાં જવાના સારા માર્ગથી તે હાથી અજાણ હતો, તેથી તેમાં જતાં કાદવમાં ખેંચી ગયો, એવી રીતે પાણી અને તીર બન્નેથી ભ્રષ્ટ થયો. એટલામાં તેના પહેલાંના વૈરિ એક હાથીએ ત્યાં જ આવી તેને દંતૂશલના ઘાથી ઘાયલ કર્યો, તેથી સાત દિવસ સુધી મહા વેદના ભોગવીને એકસો વીસ વરસનું | આયુષ્ય સંપૂર્ણ કરી મરણ પામ્યો. ત્યાંથી વિંધ્યાચલ પર્વતમાં લાલ રંગવાળો ચાર દંતૂલવાળો અને સાતસો ને હાથણીઓનો સ્વામી હાથી થયો. એક વખતે દૂર સળગેલા દાવાનલને દેખીને તે હાથીને જાતિસ્મરણ થયું, | પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. પછી એવા દાવાનલથી બચવા માટે તે હાથીએ ચાર ગાઉનું માંડલું બનાવ્યું તે માંડલામાં ચોમાસાની આદિમાં તથા અંતમાં જે કાંઈ ઘાસ વેલાઓ વિગેરે ઊગે તે સર્વેને મૂળમાંથી ઉખેડી
૫૪
For Private and Personal Use Only