________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
સર્પ-મયુર-બિલાડા, કુતરા વિગેરે હંમેશાંની શત્રુતા રાખનારા પ્રાણીઓના પણ વૈરને શાન્ત કરનારા હોવાથી યશસ્વી, વૈરાગ્યવાલા, મુક્તિવાળા, સુંદર રૂપવાળા, અપરિમિત બલયુક્ત હોવાથી વીર્યવાળા, તપસ્યાદિ કરવામાં પ્રયત્નવાળા, જગતના જીવોનો ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા, ચોત્રીશ અતિશયયુક્ત લક્ષ્મીવાળા, ધર્મવાલા, ઇન્દ્રાદિ કરોડો દેવો અને રાજા-મહારાજાઓ વડે સેવાતા હોવાથી ઐશ્વર્યવાળા. (મારા) પોતપોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિના કરનાર તિત્યયરા) તીર્થ એટલે સંઘ અથવા પ્રથમ ગણધર, તેમના સ્થાપનારા (સચવુદ્ધા) પરના ઉપદેશ વિના પોતાની મેળે જ બોધ પામેલા. (પુરસુત્તમા) અનંતા ગુણોના ભંડાર હોવાથી પુરુષોને વિષે ઉત્તમ (સિસોહા) કર્મરૂપી શત્રુઓનો નાશ કરવામાં શૂરવીર હોવાથી, પરીષહોને સહન કરવામાં ધીર હોવાથી, ઉપસર્ગો થકી નિર્ભય હોવાથી પુરુષોમાં સિંહ સમાન (રિસવરપુંડરીયા) પુરુષોને વિષે ઉત્તમ સફેદ કમલ સરખા એટલે – જેમ સફેદ કમલ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં કાદવ તથા પાણી બન્નેથી નિરાલુ રહે છે; તેમ ભગવાનું પણ કર્મો રૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, ભોગો રૂપી પાણીથી વધે છે, વૃદ્ધિ પામે છે, અને અનુક્રમે તે કર્મો તથા ભોગો બન્નેને ત્યજીને નિરાલા થઈને રહે છે. (કુરિસર હત્ય) પુરુષોને વિષે ઉત્તમ ગબ્ધહસ્તી સમાન, એટલે જેમ ગન્ધહસ્તીના ગન્ધથી બીજા હાથીઓ નાશી જાય છે, તેમ ભગવાનું જ્યાં જ્યાં વિચરે છે ત્યાંના પવનના ગન્ધથી દુષ્કાલ રોગ વિગેરે ઉપદ્રવો નાશ પામે છે. (તોત્તમi) ભગવાનું ચોત્રીશ અતિશય યુક્ત હોવાથી ભવ્યલોકોને
For Private and Personal Use Only