________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
પૃથ્વીતલે લગાડે છે (નિવેસિત્તા સિં પન્નુન્નમ) લગાડીને પછી પોતાના શરીરને જરા નમાવે છે. (પન્નુન્નમિત્તા) નમાવીને (વડન–સુડિયëમિયાનો મુસો સાહરણ્ડ) કંકણ અને બહેરખાથી સ્તંભિત થયેલી પોતાની ભુજાઓને જરા વાળીને ઉંચી કરે છે (સારિત્તા) ઉંચી કરીને (રયત્નરિદિગ સનન્હેં સિરસાવત્તું મત્ય સંગતિ ) બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (પૂર્વે વયાસી-) તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો કે - ||૧||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નમુત્યુ ં અરિહંતાળું) અરિહંતોને નમસ્કાર હો, કર્મરૂપી વૈરિને હણનારા હોવાથી અરિહંત કહેવાય. કોઈ ઠેકાણે ‘અરહંતાણં, પાઠ છે, ઇન્દ્રાદિકે કરેલી પૂજાને જે યોગ્ય હોય તે અરહંત કહેવાય, તેમને નમસ્કાર હો. કોઈ ઠેકાણે ‘અરુહંતાણં' પાઠ છે - પ્રભુએ કર્મરૂપી બીજનો નાશ કરેલો છે, તેથી તેમને સંસા૨રૂપી ક્ષેત્રમાં ઉગવું નથી, અર્થાત્ ફરીથી જન્મ લેવો નથી, તેથી તેઓ અરુ ંત કહેવાય, તેમને નમસ્કાર હો. અરિહંત કેવા છે ? તે કહે છે - (મનવંતાળું) જ્ઞાનાદિ બાર અર્થવાળા ભગથી યુક્ત. ભગ શબ્દના ચૌદ અર્થ htt છે, તે આ પ્રમાણે-સૂર્ય', જ્ઞાનર, માહાત્મ્ય, યશ, વૈરાગ્યપ, મુક્તિ, રૂપ', વીર્ય, પ્રયત્ન, ઇચ્છા॰, લક્ષ્મી, ધર્મર, ઐશ્વર્ય, અને યોનિ”. આ ચૌદ અર્થમાંથી પહેલો અને છેલ્લો અર્થ એટલે સૂર્ય અને યોનિ એ બે અર્થ છોડીને બાકીના બાર અર્થવાળા ભગથી યુક્ત. તે આવી રીતે જ્ઞાનવાળા, માહાત્મ્યવાળા,
For Private and Personal Use Only
પ્રથમ
વ્યાખ્યાનમ્
૫૦