________________
----
૪૪
શ્રીવિજયપત્રસૂરિકૃત– સાંભળી તેમને આ સંસાર ઉપર વૈરાગ્ય ભાવ થયે, તેથી તેમની શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લેવાની ઈચ્છા થઈ તે વાત તેમણે માતા પિતાને કહી. અને દીક્ષા લેવા માટે રજા માગી. ત્યારે માબાપે કહ્યું કે હે પુત્ર! આ વ્રત પાળવું સહેલું નથી. કેળ સરખા કેમળ શરીરવાળે તું કે જેણે ટાઢ તડકે સહન કર્યા નથી તે તારાથી આ દુષ્કર ચારિત્ર કેવી રીતે પાળી શકાશે ? ત્યારે મેઘકુમારે કહ્યું કે ભવથી ઉદ્વેગ પામેલ હું તે દુષ્કર છતાં પણ પાલીશ. માટે મને રજા આપો. ત્યાર પછી માત પિતાએ ઘણી રીતે સમજાવ્યા છતાં તેમને નિશ્ચય અડગ રહ્યો ત્યારે તેમણે દીક્ષા લેવાની રજા આપી. અને મેઘકુમારે પણ વીર પ્રભુની પાસે દીક્ષા લીધી.
રાત્રીએ જ્યારે સૂવાને પ્રસંગ આવ્યો ત્યારે મેઘકુમાર સૌથી લઘુ દીક્ષિત હોવાથી તેમને સંથારે સૌથી છેલ્લે આવ્યો. રાત્રીમાં સંથારામાં સૂતેલા તેમના શરીરે માત્રાદિ કરવા માટે જતાં આવતાં સાધુઓના પગને સંઘટ્ટ (સંબંધ) થવા લાગ્યો. અને શરીર ધૂળથી વ્યાપ્ત થવા માંડયું. તે વખતે તેમને ઉંઘ આવતી નથી. તેથી તે વિચારે છે કે કયાં મારી સુંદર તળાઈઓ વગેરે વાળે પલંગ અને ક્યાં આ ભેંય ઉપર સંથારામાં સૂવાનું તેમજ જતા આવતા સાધુઓના પગની ઠેસો ખાવી. આવું દુઃખ મારાથી સહન થવાનું નથી માટે સવારમાં પ્રભુની પાસે જઈને દીક્ષાનો ત્યાગ કરીશ, એવા વિચારમાં ને વિચારમાં તેમણે પરાણે. રાત્રી પૂરી કરી.
સવારે વ્રત ત્યાગ કરવાની ઈચ્છાથી પ્રભુ પાસે આવ્યા.