________________
શીર્ષરપ્રકર: "
૪૩.
ખેતર સમાન નરક ભવમાં પણ જીવથી કઈ ધર્મકાર્ય બની શકતું નથી. કારણકે ત્યાં રહેલા નારકીના છે ત્યાંની ક્ષેત્રવેદના પરમાધામીકૃત વેદના અને પરસ્પરકૃત વેદનાથી એટલા બધા દુઃખી છે કે તેમનાથી પણ કાંઈ વિરતિરૂપ ધર્મ પ્રાપ્ત કરી શકાતું નથી, તથા જેમ અણખેડેલા ખેતરમાં બીજ વાવવામાં આવે તો તેમાં કાંઈક બીજ ઉગે છે અથવા થોડુંક અનાજ પાકે છે, તેવી રીતે તિર્યંચ ભવમાં કાંઈક સમ્યકત્વ દેશવિરતિરૂપ ધર્મકાર્ય બની શકે છે, પરંતુ સંપૂર્ણ ચારિત્ર ધર્મની સાધના બની શકતી નથી. કારણ કે પરાધીનતા અણુસમજ વગેરેને લઈને ત્યાં સર્વવિરતિ ધર્મ હોતો નથી, . પરંતુ સમ્યકત્વ અને દેશવિરતિ રૂપ કાંઈક ધર્મ થઈ શકે છે. તથા સારી રીતે ખેડેલા ખેતરમાં જેમ અનેક પ્રકારનાં બીજ ઉગે છે અને તેથી જુદા જુદા પ્રકારનાં ફલે મળે છે તેમ ખેડેલા ખેતર સરખા મનુષ્ય ભવમાં જ સંપૂર્ણ સંયમ. વગેરેની સાધના રૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે હે ભવ્ય. જન! તથા પ્રકારનો મનુષ્ય જન્મ પામીને શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારની જેમ અનંત લક્ષ્મી જે મેક્ષ તેને પ્રાપ્ત કરવા ઉતાવળ કરવી જોઈએ એટલે મનુષ્ય ભવ પામીને જેમ બને તેમ મોક્ષ માર્ગની સાધના કરવા જલદી ઉદ્યમ કરવો જોઈએ. ૭
આ બાબત ઉપર મેઘકુમારનું દષ્ટાન્ત ટૂંકમાં નીચે. પ્રમાણે જાણવું –
મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતા. તેમની ધારિણી નામની રાણથી મેઘકુમાર નામે પુત્ર થયે. તે મેઘકુમાર યુવાન થયા ત્યારે શ્રી વીર પ્રભુની દેશના