________________
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત---
જેમ મેધ કુમાર સધમ સાધતા સુરવર થયા, ને વિદેહે સિદ્ધ હેારો ઉતમ ઘણાં જત તરી ગયા; ભાગ્યથી નર ભવ લહીને મુકિંત કમલા પામવા, શીઘ્ર કરવા યત્ન સવ કષાય વિષયા છેાડવા. ૪
શ્લેાકા:-—જેમ આ લોકને વિષે ૧ નિર્મલ રેતીવાલા ખેતરમાં ખીજ ઉગતું નથી, વળી ૨ ખારવાળા ખેતરમાં પણ ઉગતું નથી. ૩ નહિ ખેડેલા ખેતરમાં કાંઇક ઉગે છે અને ૪ ખેડેલા ખેતરમાં જુદા જુદા ફ્લેટ વર્ડ ફળે છે, તેવી રીતે દેવતા નારકી તિર્યં ચ અને મનુષ્યના ભવને વિષે ધર્મની ઉત્પત્તિ જાણવી. તેથી મનુષ્ય ભવને વિષે મેઘકુમારની જેમ. અનંત લક્ષ્મી ( મેક્ષ ) ને પામવા માટે ઉતાવળ કરે. ૭
સ્પષ્ટા :––ચાર ગતિને વિષે મનુષ્ય ભવ પામીનેજ ધર્મની ઉત્પત્તિ (લાભ, પ્રાપ્તિ) થઈ શકે છે. પશુ બીજા ત્રણ ભવામાં ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. તે મીના ખેતરના ષ્ટાન્ત વડે કવિશ્રી જણાવે છે. જે ખેતર નિર્મલ રેતીથી ભરેલું હોય તે ખેતરમાં વાવેલું બીજ જેમ ઉગતું. નથી અને તેથી કરીને તેવા ખેતરમાં કરેલી ખેતી તદ્ન નિષ્ફળ જાય છે અથવા કાંઈ પણ અનાજ મળતું નથી. તેમ દેવ ભવમાં પણ કાંઈ વિશિષ્ટ ધર્મ ઉપાર્જન કરી શકાતા નથી. કારણ ત્યાં રહેલા દેવતાએ દેવ ભવ સંબંધી સુખા ભાગવવામાં એટલા બધા આસક્ત થઈ જાય છે કે જેથી તેમનાથી કોઈ પણ જાતના વિરતિરૂપ ધર્મ બની શકતા નથી. તેવીજ રીતે ખારવાળી જેની જમીન છે તેવા ખેતરમાં ખેતી કરવામાં આવે તે તેમાં પશુ જેમ ખીંજ ઉગતુંજ નથી તેમ ખારવાળા