________________
શ્રીવિયપદ્યસૂરિકૃત- એક વખતે ભંડીરવણ યંક્ષાલયને વિષે માટે ઓચ્છવ થયે. ત્યારે અજ્ઞાની ગામડીઆઓએ વાહ વાહન કેલી (બળદ હાંકવાની રમત) આરંભી. તે વખતે જિનદાસનો કેઈક મિત્ર શેઠને પૂછયા સિવાય તે બંને બળદેને લઈ ગયે અને તેમને ગાડીએ જોડીને જોરથી હાંક્યા. કેઈ દીવસ ગાડીએ જોડાએલા નહિ હોવાથી તે બંને ઘણા દુઃખી થયા. વળી તે મિત્રે બળદને જલદીથી દેઢાવવા માટે ઘણે માર માર્યો. તેથી તેમના સાંધા તૂટી ગયા, એવી રીતે તે અત્યંત દુઃખ પામેલા તે બંનેને શેઠને ત્યાં પાછા બાંધી ગયે.
જ્યારે શેઠ તેમની પાસે ગયા ત્યારે તેમની તેવી અવસ્થા જઈને શેઠને ઘણો ખેદ થયો અને આ દુરાત્માએ શું કર્યું એવું વિચારવા લાગ્યા. બંને બળદોને કંપતા અને જોરથી શ્વાસોશ્વાસ લેતા જોઈને કરૂણાવાળી દષ્ટિથી શેઠે તેમને સ્નેહ પૂર્વક કહ્યું કે હે બળદ તમારે કોઈના ઉપર વૈરભાવ કરે નહિ. કારણ કે ઉપકારમાં કે અપકારમાં પણ સત્પરૂપનું મન દાતું નથી. શેઠ તેમને અન્ન પાણી આપે છે તે તેઓ ખાતા નથી. કારણ કે વિવેકી બનેલા તે વૃષભેએ અનશન કર્યું હતું. શેઠે પણ ઇંગિત આકારથી તે વાત જાણી, તેથી શેઠે પણ તેમને અનશન કરાવ્યું. અને તેઓએ હર્ષ થી અંગીકાર કર્યું. ત્યાર પછી શેઠે આપેલા નમસ્કાર મંત્રને સાંભળતાં તેઓ સમાધિ મરણ પાર્ટીને નાગકુમારને વિષે દેવ થયા. આ વાર્તાને સાર એ છે કે તિર્યંચ છતાં પણ તેમણે ધર્મની આરાધના કરી છે તેઓ પણ દેવ ગતિના સુખ પામ્યા. તે દુર્લભ એવો આ મનુષ્ય ભવ મહા મુશીબતે પામીને ભવ્ય જીવોએ તેને ફેગટ હારી જવો નહિ પરંતુ ધર્મ કાર્યો કરીને તે જન્મને સફળ કરવો જોઈએ. ૬