________________
૩૮
શ્રીવિજયપધસૂરિકૃત-- કરેલ નથી. તેથી તેની આદિ નથી. તેમજ જીવન નાશ. પણ નથી. કારણ કે નારકી મનુષ્ય તિર્યંચ દેવરૂપે તેની જુદી જુદી અવસ્થાઓ બદલાય છે પરંતુ તે દરેક અવસ્થામાં તે જીવ રૂપે તે કાયમ જ રહે છે માટે તેને નાશ પણ નથી. તેવી જ રીતે ભવ એટલે સંસાર તે પણ આદિ અંત. રહિત છે. કારણ કે આ સંસાર પણ કોઈને કરેલ નથી. તેમજ સદા કાળ સંસારી જીવોથી ભરેલો હોવાથી તેને છેડે. પણ નથી. આ કારણથી એટલે આ ત્રણે પદાર્થો શરૂઆત અને છેડા રહિત હોવાથી સઘળી એટલે ચોરાસી લાખ. એનિમાં નિરંતરપણે રખડતા જીવે એક મુહૂર્ત એટલે બે. ઘડી જેટલા વખત સુધી પણ થોડું પણ હિત એટલે સમ્યદર્શનાદિ ધર્મ સ્વરૂપ સુખનું સાધન મેળવ્યું નથી. જે કદાચ અનુકૂળ નસીબના ચેગે પ્રાપ્ત થઈ જાય તે તે ધર્મને જીવે મેક્ષ પી લક્ષમને પામવા માટે ટકાવી રાખવું જોઈએ. કેની પેઠે પ્રાપ્ત થાચ? તે દષ્ટાન્ત પુર્વક જણાવે છે–. જેમ સમુદ્રની અંદર મોતીની છીપ વડે (એટલે કાલુ નામની. માછલી જેના ઉદરમાં સ્વાતિ નક્ષત્રનું પાણી જાય છે તેમાંથી મોતી બને છે) કદાચ નસીબ બે મોતી બનાવનારું પાણી મેતી રૂપી લક્ષ્મીને માટે ધારણ કરાય છે તેમ છે પણ ધર્મ પામીને મેક્ષ રૂપી લક્ષ્મીને માટે તેને ટકાવી રાખવા જોઈએ. આ બાબતમાં ઉદાહરણ જણાવે છે. જેવી રીતે સંબલ અને કંબલ નામના બે વૃષભેએ ધર્મ પામીને તેને ટકાવી રાખ્યો તેવી રીતે ધર્મને ટકાવી રાખવા જોઈએ. ૬
સંબલ કેબલનું દષ્ટાન્ત ટુંકમાં આ પ્રમાણે જાણવું