________________
૩૯
શ્રીકરપ્રકર:
મથુરા નામની નગરીમાં નિદાસ નામે શેઠ હતા. તે જૈન ધર્મમાં આસક્ત હતો. તે શેઠને સાધુદાસી નામે પ્રિયા હતી. આ સાધુદાસીને કેઈક આભીરી (ભરવાડણ) સાથે મૈત્રી હતી. એક વખતે આભીરીને ત્યાં લગ્ન પ્રસંગ હિતે. ત્યારે આભીરીએ શેઠ શેઠાણીને આમંત્રણ આપ્યું. ત્યારે શેઠાણીએ કહ્યું કે ત્યાં આવવાને વખત નથી માટે કેવી રીતે આવીએ? પરંતુ લગ્ન પ્રસંગે તમારે કોઈ વસ્તુ જોઈએ તે લઈ જજે. શેઠે આપેલાં ઘરેણાં તે લઈ ગઈ. તેથી લગ્નમાં ઘણે રંગ જાયે તેથી તે ઘણું રાજી થઈ તેથી પ્રસન્ન થએલા આભીરે કંબલ અને શંબલ નામના બે ત્રણ વર્ષના બળદો શેઠને ભેટ આપ્યા. શેઠે વૃષભ લીધા નહિ તો પણ પરાણે તેમના આંગણામાં બાંધીને ભરવાડ ચાલ્યા ગયે. કારણ કે તેમના જેવાની મૈત્રી આવી જ હોય છે. ત્યાર પછી જિનદાસે વિચાર્યું કે જે આ બળદે હું બીજાને ત્યાં મૂકીશ તો તેમને હલાદિકમાં જેડી દુખી કરશે. તેથી શેઠે તે બળદે પોતાને ત્યાં રાખ્યા. અને શેઠ તેમનું પ્રાસુક જલ ઘાસ વગેરેથી રક્ષણ કરે છે. જિનદાસ શેઠ અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ વ્રત કરતા હતા. તે વાત સાંભળીને તેઓ પણ ધર્મને વિષે શુભ ભાવવાળા થયા. તેથી જે દિવસે શેઠ ખાતા નથી તે દિવસે તેઓ પણ ખાતા નથી. તેથી શેઠે પણ વિચાર્યું કે આટલા વખત સુધી દયાભાવથી તેમનું રક્ષણ કર્યું પરંતુ હવે તે તે મારા સાધર્મિક થયા છે તેથી મારે તેમનું વધારે સારી રીતે પિષણ કરવું જોઈએ. તેથી શેઠ પણ દરરોજ તેઓ પશુ છે માટે નહિ પરંતુ પોતાના જ બંધુએ છે એ ભાવથી ભક્તિ કરે છે.