________________
નામ કમપરીણામ છે. કર્મ પરિણામ રાજાએ શુભ પરિણામ રાજાને ચિત્તસૌંદર્ય નગર બક્ષીસ તરીકે આપેલ છે એટલે તે શુભ પરિણામ પણ કર્મપરિણામને વશ હોય તેમ વર્તે છે. વળી કર્મપરિણામ કેઈ દિવસ કોઈની પ્રાર્થના સાંભળતા નથી. પિતાનું ધાર્યું જ કરનાર છે. તે રાજા પ્રાર્થનાની, વિવેક ભર્યા શબ્દોની, સામાની અગવડતાની, કે દુખીઓની દયાની જરા પણ દરકાર કરતા નથી. જ્યારે તેને કોઈ કામ કરવાનું હોય ત્યારે તે લેકસ્થિતિની સલાહ લે છે. કાળપરિણતિ સાથે વિચારણા કરે છે અને પિતાના સ્વભાવની સાથે તેના સંબંધમાં વાત ચીત કરે છે. અને છેવટે ઘણા કાળથી નંદિવર્ધનની સાથે રહેલી તેની સ્ત્રી ભવિતવ્યતા જેમ કહે તેમ વર્તે છે.
આશય એ છે કે જીવે કરેલા શુભાશુભ કર્મનુંપરિણામ આવવાનું હોય ત્યારે વિશ્વમાં જે કાર્ય જે નિયમને
અનુસરીને ચાલે છે તે લોક સ્થિતિ. તે કાર્ય થવાનો નિયતકાળ તે કાળપરિણતિ. તે કમને સ્વર્ભાવ; સુખરૂપ કે દુઃખરૂપ તે સ્વભાવ. અને તે બધા નિશ્ચયરૂપ ભવિત વ્યતા તે જે કરે છે તે પ્રમાણે કાર્ય બને છે.
આ કર્મ પરિણામ પણ આ જીવની શક્તિથી ડરતો રહે છે, કેમકે સ્વભાનમાં આત્મા જાગૃત હોય તે કર્મપરિ. ણામાદિ બધાને નાશ કરી આત્મા પિતે સ્વતંત્ર થાય છે.
કર્મ પરિણામ આ પ્રમાણે આંતરની વ્યવસ્થા પ્રમાણે જ વર્તે છે. પછી તે વ્યવસ્થામાં કઈ ડખલ કરવા આવે